ગિરગઢડા
ભરત ગંગદેવ.
પ્રાચી તીર્થ ખાતે આવેલ કારડીયા રાજપૂત સમાજ ભવન માં ગુજરાત સરકાર પ્રેરિત વંદે ગુજરાત વિકાસયાત્રાનો રથ આવી પહોંચતા આગેવાનો અને ગ્રામજનો દ્વારા ભવ્ય સ્વાગત કરાયું હતું.
ગુજરાતમાં છેલ્લા બે દાયકામાં થયેલા વિકાસના કામો અને કલ્યાણકારી યોજનાઓની સહાય જેવા ગુજરાતની વિકાસકીય સિદ્ધિઓને જનજન સુધી પહોંચાડવા માટે વંદે ગુજરાત વિકાસ યાત્રાના રથો ગામેગામ પરિભ્રમણ કરી રહ્યા છે અને રાજ્યના છેલ્લા બે દાયકાના વિકાસની ઝાંખી પ્રજાજનો સમક્ષ રજુ થઈ રહી છે, જેના ભાગરૂપે આજે પ્રાચી તીર્થ ખાતે વંદે ગુજરાત વિકાસ યાત્રા લઈ સુત્રાપાડા તાલુકાના ભાજપ પરીવારની ટીમ અને આગેવાનો આવી પહોંચ્યા હતા આ સમયે લાભાર્થીને યોજના કે લાભોનું વિતરણ સહિતના કાર્યક્રમો યોજાયા હતા
આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના સદસ્ય રાજવીર સિંહ ઝાલા, સુત્રાપાડા તાલુકા ભાજપ પ્રમુખ ભગવાનભાઈ બારડ, પૂર્વ શિક્ષણ સમિતિના ચેરમેન ધીરુભાઈ સોલંકી સહિતના માહાનુભવ દ્વારા રાજ્ય સરકારની સિદ્ધિઓ અંગે વિસ્તૃત માહિતી અને માર્ગદર્શન આપ્યું હતું અને સાથે કલ્યાણકારી યોજના થી લોકોને વાકેફ કર્યા હતા. આ સમયે કુંવરબાઈનું મામેરુ સહિત વિવિધ યોજનાકીય લાભોનું વિતરણ આગેવાનો ના હસ્તે કરવામાં આવ્યું આ કાર્યક્રમમાં DY. DDO મકવાણા સાહેબ,જિલ્લા પંચાયતના સદસ્ય રાજવીર સિંહ ઝાલા તથા પૂર્વ શિક્ષણ સમિતિના ચેરમેન ધીરુભાઈ સોલંકી, સુત્રાપાડા તાલુકા ભાજપ પ્રમુખ ભગવાનભાઈ બારડ, શૈલેન્દ્રસિંહ રાઠોડ, તાલુકા પંચાયતના સદસ્ય બચુ ભાઈ મેર, ઘંટીયા- પ્રાચી ના સરપંચ ભરતભાઈ પરમાર સહિતના સુત્રાપાડા ભાજપ પરિવાર
તથા અન્ય અધિકારીઓ તેમજ ગ્રામજનો મોટી સંખ્યા માં ઉપસ્થિત રહ્યા હતા અને વંદે ગુજરાત વિકાસ યાત્રાનુ ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું..

