Gujarat

બનાસકાંઠા જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી દ્વારા જાહેરનામું પ્રસિધ્ધ કરાયું ગેસ્ટ હાઉસ, હોટલના માલિકોએ નિયમોનું પાલન કરવા તેમજ ગ્રાહકની એન્ટ્રી રજીસ્ટર નિભાવવા

*ગેસ્ટ હાઉસ તથા હોટલોમાં ત્રાસવાદી સંગઠનોના માણસો રોકાઈ તે પોતાની ત્રાસવાદી પ્રવૃત્તિને અંજામ આપવાની સંભાવનાઓ રહેલી છે.*
         બનાસકાંઠા જિલ્લાના શહેરી વિસ્તારમાં તેમજ આંતરિયાળ વિસ્તારમાં આવેલ ગેસ્ટ હાઉસ તથા હોટલોમાં ત્રાસવાદી સંગઠનોના માણસો રોકાઈ તે પોતાની ત્રાસવાદી પ્રવૃત્તિને અંજામ આપવાની સંભાવનાઓ રહેલી છે. આ સંજોગોમાં આવા તત્વો બાબતે સંપુર્ણ માહિતી મેળવી શકાય તેમજ તેમના ઉપર અંકુશ લાવી શકાય તે સારૂ હોટલ, ગેસ્ટ હાઉસના માલિકો સંચાલકોનો સહકાર બહુ જ અગત્યનો છે. આ અંગે ગેસ્ટ હાઉસ/ હોટલના માલિકોએ નિયમોનું પાલન કરવા તેમજ હોટલ ગેસ્ટ હાઉસ વિશીના માલિકે ગ્રાહકની રજીસ્ટર એન્ટ્રી સાથે દરેક હોટલે પોતાના રીસેપ્શન કાઉન્ટર ઉપર ઈન્ટરનેટ કનેકટીવીટી સાથેનું એક કોમ્પ્યુટર રાખી જેમાં બનાસકાંઠા જિલ્લા પોલીસ દ્વારા તૈયાર કરવામાં આવેલ PATHIK (Programme for Analysis of travellers and Hotel Informatiks) સોફટવેરમાં ઈન્સ્ટોલ કરાવી જેનો બનાસકાંઠા જિલ્લા ખાતે અમલ કરવાનો હોઈ રજીસ્ટરમાં થતી એન્ટ્રી PATHIK સોફટવેરમાં પણ કરવાની રહેશે. આ અંગે ગેસ્ટ હાઉસ/ હોટલના માલિકોએ રજીસ્ટર નિભાવી નિયમોનું પાલન કરવા માટેનું જાહેરનામું બહાર પાડવા પોલીસ અધિક્ષકશ્રી બનાસકાંઠાના તા.૧૯/૦૭/૨૦૨૨ ના પત્રથી દરખાસ્ત કરેલ છે.
*આ જાહેરનામું તા ૦૫/૦૮/૨૦૨૨ થી તા.૦૩/૧૦/૨૦૨૨ સુધી (બંને દિવસો સહિત) અમલમાં રહેશે.*
          શ્રી આનંદ પટેલ, (આઇ.એ.એસ.), જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી, બનાસકાંઠા, પાલનપુરને ફોજદારી કાર્યરીતી અધિનિયમ- ૧૯૭૩ ની કલમ -૧૪૪ અન્વયે મને મળેલ સત્તાની રૂએ સમગ્ર બનાસકાંઠા જિલ્લાના શહેરી/ ગ્રામ્ય વિસ્તાર તેમજ આંતરીયાળ વિસ્તારોમાં આવેલ ગેસ્ટ હાઉસ હોટલના માલિકોએ પથિક સોફટવેર ઈન્સ્ટોલ કરાવી તેનું પાલન કરવા ફરમાવુ છું. તેમજ આ જાહેરનામા હેઠળ ફરીયાદ નોંધાય તો તુર્ત જ નીચે સહી કરનારને લેખિત જાણ કરવા પણ ફરમાવુ છું.
        આ જાહેરનામું તા ૦૫/૦૮/૨૦૨૨ થી તા.૦૩/૧૦/૨૦૨૨ સુધી (બંને દિવસો સહિત) અમલમાં રહેશે.
*અહેવાલ = વિક્રમ સરગરા , અંબાજી*

FB_IMG_1659864432434.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *