Gujarat

રાણપુર શહેરમાં મહોરમ નિમિત્તે શાંતિ સમિતીની મિટીંગ યોજાઈ…

SP,DYSP ની અધ્યક્ષતામાં હિન્દુ-મુસ્લિમ સમાજના આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા..
મોહરમ નો તહેવાર આવી રહ્યો છે ત્યારે બોટાદ જીલ્લાના રાણપુર શહેરમાં મહોરમ ની ભવ્ય ઉજવણી કરવામાં આવે છે.રાણપુર ના તાજીયા સમગ્ર ગુજરાતમાં પ્રખ્યાત છે ત્યારે રાણપુર શહેરમાં પોલીસ પ્રશાસન દ્વારા ભાલ નળકાંઠા ખાદી ભંડાર ખાતે મહોરમ નિમિત્તે શાંતિ સમિતીની મિટીંગ યોજાઈ હતી.જેમાં SP સુબોધ ઓડેદરા,ડી.વાય.એસ.પી.-એમ.બી.વ્યાસ,એમ.ડી.ઉપાધ્યાય,LCB પી.આઈ-એ.બી.દેવધા,સી.પી.આઈ-પંડીત સહીતના પોલીસ અધિકારીઓ હાજર રહ્યા હતા.આ શાંતિ સમિતીની મિટીંગમાં કાંકરીયા ચોરા,આંબલીયા ચોરા,દેસાઈ વ્હોરાના ચોરા ના તાજીયા કમિટીના આગેવાનો તેમજ હિન્દુ-મુસ્લિમ સમાજના આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને મહોરમ ના તહેવાની શાંતિપુર્ણ રીતે અને ભાઈચારા થી ઉજવણી કરવામાં આવે તેવુ પોલીસ પ્રસાશન દ્વારા કહેવામાં આવ્યુ હતુ…
તસવીર-વિપુલ લુહાર,રાણપુર

IMG-20220807-WA0060.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *