ભાવનગર રેન્જ આઇ.જી.શ્રી અશોક કુમાર સાહેબ નાઓએ રેન્જના જિલ્લાઓમાં ગુનાઓ કરી, નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા સુચના આપેલ હોય, અને અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબ નાઓએ અમરેલી જિલ્લામાં ગુનાઓ આચરી, પોતાની કાયદેસરની ધરપકડ ટાળવા માટે નાસતા ફરતાં આરોપીઓ તથા જેલમાંથી ફરાર થયેલ કેદીઓને પકડી પાડવા અમરેલી જિલ્લા પોલીસને માર્ગદર્શન આપેલ.
જે અન્વયે અમરેલી એલ.સી.બી. ઇન્ચાર્જ પોલીસ ઇન્સ.શ્રી આર.કે.કરમટા નાઓની રાહબરી હેઠળ એલ.સી.બી. ટીમે બાબરા પો.સ્ટે. એ-પાર્ટ ગુ.ર.નં. ૧૧૧૯૩૦૦૮૨૨૦૪૫૨/૨૦૨૨, આઇ.પી.સી. કલમ ૩૬૩, ૩૬૬ તથા પોક્સો એક્ટ કલમ ૧૮ મુજબના અપહરણ તથા પોક્સોનો ગુનો કરી, ભોગ બનનારને લઇને નાસી જનાર આરોપીને ગઇકાલ તા.૦૮/૦૬/૨૦૨૨ ના રોજ બાબરા ટાઉનમાં સરદાર સર્કલ પાસેથી ભોગ બનનાર સાથે પકડી પાડી, પકડાયેલ આરોપી સામે ધોરણસર કાર્યવાહી થવા સારૂ આરોપી તથા ભોગ બનનારને બાબરા પોલીસ સ્ટેશનમાં સોંપી આપેલ છે.
*પકડાયેલ આરોપીની વિગતઃ*
જગદીશ ઉર્ફે જગો ધીરૂભાઇ મકવાણા, ઉં.વ.૨૪, રહે,બાબરા, નિલવડા રોડ, તા.બાબરા, જિ.અમરેલી.
આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબનાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ અમરેલી એલ.સી.બી. ઇન્ચાર્જ પોલીસ ઇન્સ.શ્રી આર.કે.કરમટા તથા એલ.સી.બી. ટીમ દ્વારા કરવામાં આવેલ છે…
રિપોર્ટ બાય ભાવેશ વાઘેલા


