બારડોલી
આગ લાગે ત્યારે કુવો ખોદવા જેવી નિતી સરકારી તંત્રમાં જાેવા મળે છે ત્યારે ગત ચોમાસુ સીઝનમાં અભિરામ નગરમાંથી પસાર ખાડીના કિનારે આવેલ સ્વરાજ આશ્રમના મકાનોમાં પાણી ભરાઈ ગયા હતા. જેના કારણે પાલિકાએ મોટા પાઇપો નાંખી માટી પુરાણ કરવામાં આવ્યું હતું. પરંતુ ફરી પાણી ભરાવાના ડરથી પાઇપો કઢાવી નાખ્યા હતા, જાેકે આખું વર્ષ નીકળી ગયું, ચોમાસુ નજીક આવતા પાણી ભરાવાની સમસ્યા પાલિકાના પદાધિકારીઓ યાદ આવતા, આરસીસી બોક્સ ડ્રેઇન બનાવવાનું નક્કી કર્યું હતું, જેની મંજૂરી હાલ મળતા ટેન્ડરિંગ કરવામાં આવ્યું છે. પરંતુ છેલ્લી તારીખ ૩૦મી મે હોવાથી હવે જુનમાં વર્ક ઓર્ડર મળશે, જેથી કામ શરૂ થઈ શકે, એવી સ્થિતિ જણાતી નથી. ચોમાસુમાં ફરી પાણી ભરાવાની સમસ્યા રહીશોને સતાવી શકે. બારડોલી અભિરામ નગરમાંથી પસાર ખાડીમાં તાજેતરમાં ૧૫મુ નાણાંપંચમાંથી ૩૦૦ મીટર લંબાઈની ૭.૪૦ મીટર પહોળી અને ૩ મીટર ઊંચી બોક્સ ડ્રેઇન બનાવવાનું ૧.૬૯ કરોડનું ટેન્ડર બહાર પડ્યું છે. જેની છેલ્લી તારીખ ૩૦મી મેં છે. જેથી ટેન્ડર ખોલવા અને વર્ક ઓડર આપવામાં જૂન માસના ઘણા દિવસો પસાર થઈ જતા સ્વરાજ આશ્રમના ખાડી કિનારે આવેલ ઘરોમાં ફરી ચોમાસુમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાય શકે. પાલિકાએ અગાઉ ખાડીમાં મોટા પાઇપ નાંખી ખાડીને પુરાણ કરી હતી, પરંતુ પાણીનો ઝડપી નિકાલ થવા બાબતે પાલિકાના પદાધિકારીઓને શંકા જતા, ફરી પાઇપો બહાર કાઢીને ખાડી ખુલ્લી કરવામાં આવી હતી. એક માત્ર પાઇપ લાઈટના થાંભલાને કારણે બહાર કાઢી શક્યાં ન હતા. જે આજે પણ ખાડીમાં છે. ચોમાસામાં પણ અડીખમ રહ્યો હતો. જાે એક પાઇપમાંથી પાણીનો નિકાલ થઈ શકતો હોય, તો બીજા પાઈપમાંથી પણ પાણી નીકળી ગયું હોત, પરંતુ જેતે સમયે શાસકોએ અક્કલનું પ્રદર્શન કર્યું કહી શકાય. અને કરોડો રૂપિયાના ખર્ચે, નવી બોક્સ ડ્રેઇન બનાવવાનું નક્કી કર્યું છે.જે પણ ચોમાસુ નજીક આવ્યું ત્યારે, જ્યારે કામ થવા બાબતે શંકા છે.
