પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારીશ્રી ગુજરાત રાજ્ય ગાંધીનગર તરફથી ગુજરાતમાં નશીલા પદાર્થની બદી સદંતર નેસ્ત નાબુદ થાય તેમજ તેની હેરાફેરી અટકાવવા અને યુવાધનમાં નશીલા પદાર્થોનો વધતો વ્યાપ રોકવા
સારૂ એન.ડી.પી.એસ. એકટ હેઠળની કામગીરી કરવા સુચના કરેલ હોય જે અનુસંધાને શ્રી એમ.એસ.ભરાડા સાહેબ, I/C પોલીસ મહાનિરીક્ષક, વડોદરા વિભાગ, વડોદરા તથા શ્રી ધર્મેન્દ્ર શર્મા સાહેબ પોલીસ અધિક્ષક છોટાઉદેપુર નાઓએ આપેલ જરૂરી સુચના અને માર્ગદર્શન અનુસંધાને શ્રી જે.પી.મેવાડા I/C પોલીસ ઇન્સ્પેકટર, એસ.ઓ.જી. છોટાઉદેપુર નાઓએ એસ.ઓ.જી. સ્ટાફના પોલીસ
માણસો સાથે પ્રેટ્રોલીંગમા હતા તે દરમ્યાન ખાનગી રાહે હકીકત મળેલ કે, છગનભાઇ મલાભાઇ નાયકા રહે. પુજાર ફળીયા દુણ
(મીઠીબોર) તા. જી.છોટાઉદેપુર નાઓ પોતાના કબજા ભોગવટાના રહેણાંક મકાન પાસેના વાડા (ખેતર) વનસ્પતિજન્ય માદક પદાર્થ
ગાંજાના છોડનુ ગેરકાયદેસર વાવેતર કરેલ છે જે હકીકત અંગે પોલીસ અધિક્ષક શ્રી ધર્મેન્દ્ર શર્મા સાહેબ નાઓને જાણ કરતા તેઓ
સાહેબશ્રીની સુચના અને માર્ગદર્શન આધારે શ્રી વી.એમ કામળીયા પોલીસ ઇન્સપેક્ટર મુખ્ય મથક છોટાઉદેપુર નાઓઓ તથા સરકારી
પંચો તથા એફ.એસ.એલ. અધિકારી તથા તલાટી કમ મંત્રી તથા ફોટોગ્રાફર તથા વજનકાંટા વાળાને બોલાવી તેઓને તમામને સાથે રાખી
છગનભાઇ રેમલાભાઇ નાયકા રહે. પુજાર ફળીયા દુણ (મીઠીબોર) તા.જી.છોટાઉદેપુરના ઘરે રેઇડ કરતા પોતે હાજર મળી આવેલ નહી
તેઓના કબ્જા ભોગવટાના વાડા(ખેતર)મા તપાસ કરતા મકાઇનું વાવેતર કરેલ હોય જેની અંદર વનસ્પતિ જન્ય માદક પદાર્થ ગાંજાના
છોડ નંગ-૭૬ મળી આવેલ જેનું કુલ વજન ૬૬.૪૪૦ કિ.ગ્રામ, કિ.રૂા. ૬,૬૪,૪૦૦/- નો મળી આવતા મુદ્દામાલ કબજે કરી તેઓના
વિરૂધ્ધમાં નારકોટિકસ ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ એક્ટ (1985) ની કલમ કલમ 8-(C), 20(B) II,(C) 29 મુજબનો ગુનો
ઝોઝ પોલીસ સ્ટેશનમાં રજીસ્ટર કરી આરોપીને પકડી પાડવા ચક્રોગતિમાન કરેલ છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર
Attachments area


