જામનગર, તા. ૦૯ ફેબ્રુઆરી,આગામી તા.૧૩/૦૨/૨૦૨૨ના રોજ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા બિનસચિવાલય ક્લાર્ક અને સચિવાલયના ઓફીસ આસિસ્ટન્ટ વર્ગ-૩ની જગ્યાની ભરતી માટે લેખિત પરીક્ષા યોજાનાર છે.આ પરીક્ષાઓ દરમ્યાન ચોરીના દૂષણને અટકાવી શકાય અને પરીક્ષા શાંતિથી લેવાય તથા કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાય રહે તે હેતુથી પરીક્ષાના તમામ ૭૧કેન્દ્રોની આજુબાજુના ૧૦૦ મીટરના વિસ્તારની હદમાં કોપીયર મશીન દ્વારા કોપીનો વ્યવસાય કરતા ધંધાર્થીઓ તથા અંગત ઉપયોગ માટે વપરાશ કરતા (સરકારી / અર્ધ સરકારી કે જાહેર સાહસો સિવાયના) કોપીયર મશીન ધારકોને તા. ૧૩-૦૨-૨૦૨૨ના સવારના ૧૧-૦૦ થી ૧૪-૦૦ કલાક સુધી તેઓના કોપીયર મશીનો દ્વારા પરીક્ષા વિષયક પત્રો, દસ્તાવેજી કાગળોની નકલો કાઢવા તેમજ પરીક્ષા કેન્દ્રોમાં કોઇએ મોબાઇલ ફોન, સ્માર્ટ વોચ કે અન્ય ઇલેકટ્રોનિક ઉપકરણો અને અનાધિકૃત સાહિત્ય વિ. સાથે પ્રવેશ કરવા પર અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી મિતેશ. પી. પંડ્યાએ અધિનિયમ-૧૯૭૩ની કલમ-૧૪૪ હેઠળના જાહેરનામા દ્વારા પ્રતિબંધ ફરમાવ્યો છે.
આ જાહેરનામાનો ભંગ કરનારને અધિનિયમની કલમ-૧૩૫ની પેટા કલમ-૩ તથા ભારતના ફોજદારી અધિનિયમ ૧૮૬૦ની કલમ-૧૮૮ હેઠળ શિક્ષા કરવામાં આવશે.
દિવ્યા ત્રિવેદી
