Gujarat

બેકારીથી કંટાળી ડિંડોલીના યુવકે ટ્રેન સામે સુઈ જઈ જીવન ટૂંકાવી લીધું

સુરત
ડિંડોલીના ૩૧ વર્ષીય યુવકે ગોડાદરા રેલવે ફાટક પાસે રેલવે ટ્રેક પર ટ્રેન સામે સુઈ જઈ જીવન ટૂંકાવી લીધું હતું. પોલીસથી મળેલી માહિતી મુજબ ગોડાદરના આ યુવક લાંબા સમયથી બેરોજગાર હતો અને તેને કોઈ કામ મળતું ન હોવાથી તેણે આ આત્યંતિક પગલું ભરી લીધું હોવાની શકયતા વ્યક્ત કરાઇ રહી છે. ડિંડોલી મહાદેવનગર સોસાયટીમાં રહેતા ૩૧ વર્ષીય પંકજભાઈ ચિંધાભાઈ પાટીલ કડિયા કામ કરી પત્ની, બે પુત્ર સહિત પરિવારનું ગુજરાન ચલાવતાં હતા. સાંજના સમયે પંકજ પાટીલે ઘરેથી નીકળી ગોડાદરા રેલવે ફાટક પાસે રેલવેના ટ્રેક પર સૂઈ જઈ ટ્રેન સામે પડતું મૂકી જીવન ટૂંકાવી લીધું હતું. પંકજ પાટીલના આત્મહત્યા કર્યાના બનાવની જાણ થતા પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને તપાસ શરૂ કરી હતી. પોલીસના જણાવ્યા અનુસાર પંકજભાઈને દારૂ અને જુગારની કુટેવ હતી, તેમજ કામ મળતું ન હોવાથી માનસિક તણાવમાં પણ રહેતો હતો. જેથી પંકજ પાટીલને કામ ના મળવાથી તેણે ટ્રેન સામે પડતુ મૂકી આ આત્યંતિક પગલું ભરી લીધું હોવાની પોલીસે શકયતા વ્યક્ત કરી છે. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. જેમાં આપઘાતનું ચોક્કસ કારણ જાણવા મળી શકે છે.

File-01-Page-15.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *