Gujarat

બે ઈસ્મોએ ઘરમાં આવી મહિલાના પતિને ઢોર માર માર્યો

આણંદ
આણંદના મહિડા ગામમાં એક મહિલાએ એક શખ્સ જાેડે ફોન પર વાત કરી હતી. આ વાતની મહિલાના પતિને જાણ થતા તેમણે આરોપીને ફોન ન કરવા જણાવ્યું હતું. જેથી આરોપી આ વાતની અદાવત રાખી અન્ય એક શખ્સ સાથે મળીને ઘરે આવ્યો હતો. ઘરે આવીને ગાળાગાળી કરી ઝઘડો કરીને મહિલાના પતિને ઢોર મારમાર્યો હતો. આ દરમિયાન વચ્ચે બચાવવા પડેલા પરિવારજનોને પણ ગડદાપાટુનો માર મારતા આ અંગે બે શખ્સો સામે વાસદ પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ છે.આણંદના મહિડામાં ફોન પર વાત કરવાને લઇને ઠપકો આપવા જેવી નજીવી બાબતે મારામારી થતાં ફરિયાદ નોંધાઇ છે. મહિલાએ એક શખ્સ જાેડે ફોન પર વાત કરી હતી. જેને લઇને મહિસલાના પતિએ આરોપીને ઠપકો આપ્યો હતો. જેથી આરોપીએ મહિલાના પતિને સહિત પરિવારજનોને માર મારતા બે શખ્સો સામે ફરિયાદ નોંધાઇ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *