ના રોજ બોડેલી તાલુકાના એક ગામમાંથી શ્રમિક પરિવારની એક સગીરાનું
લગ્નની લાલચે બોડેલીનો દિલાવર પઠાણ નામનો શખ્સ અપહરણ કરી ભગાડી ગયો હતો અને સગીરા સાથે બળજબરી પૂર્વક દુષ્કર્મ આચર્યું હતું ,જે બાબતની બોડેલી પોલીસ મથકમાં નોંધાયેલ ફરિયાદ અંગેનો કેસ છોટાઉદેપુર એડિશનલ ડિસ્ટ્રીકટ અને સેસન્સ કોર્ટમાં ચાલતા જિલ્લા સરકારી વકીલ સોનલબેન દેસાઈની સમાજમાં દાખલો બેસે તેવી દલીલોને ગ્રાહ્ય રાખી નામદાર કોર્ટે આરોપીને અલગ અલગ કલમો ની અલગ અલગ બે વર્ષથી લઇ 10 વર્ષ ની સજા ફટકારી છે,અને તમામ સજાઓ એકસાથે ભોગવવાનો હુકમ કર્યો છે,સાથે ભોગ બનનાર સગીરાને યોજનાકીય રૂ.6 લાખ વળતર આપવા માટેનો પણ કોર્ટે આદેશ કર્યો છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર
