Gujarat

બોડેલી અનાજ કરિયાણાની દુકાનમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા દરોડા પાડી સેમ્પલ લેવામાં આવ્યા 

બોડેલીના સ્ટેશન રોડ પર આવેલ એક અનાજ કરિયાણાની દુકાનમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા દરોડા પાડી સેમ્પલ લેવામાં આવ્યા હતા.જ્યારે તંત્રની તવાઈના પગલે ખાદ્ય વસ્તુ વેચનાર વેપારીઓમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો
રાજભરમાં અવાર નવાર વિવિધ શહેરોમાં ખાદ્ય પદાર્થ પર ભેળસેળ વાળા કિસ્સાઓ સામે આવ્યા છે ત્યારે બોડેલી નગરમા ખાદ્ય ચીજવસ્તુઓનું વેચાણ વધી રહ્યું છે જ્યારે કેટલાક વેપારીઓ દ્વારા ખાદ્ય ચીજવસ્તુઓમાં ભેળસેળ કરી લોકોના આરોગ્ય સાથે ખુલ્લેઆમ ચેડાં કરતા હોવાની ફરિયાદ ઉઠવા પામી હતી જેને લઈ વડોદરા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના અધિકારીઓએ અચાનક બોડેલી ખાતે તપાસ હાથ ધરી હતી આ ઉપરાંત બોડેલી સ્ટેશન રોડ પર આવેલ અવધ ટ્રેડર્સ નામની દુકાનમાં અધિકારીઓએ દરોડો પડ્યો હતો અને દુકાનમાં તપાસ કરતા મધુરમ સ્પેશ્યલ પટની મરચું પાવડર, અને કિશિવ અથાણા સંભાર શંકાસ્પદ લાગતા બંનેના નમુના લઇ લેબોરેટરીમાં ટેસ્ટિંગ અર્થે મોકલવામાં આવ્યા છે જ્યારે તંત્રની તવાઈના પગલે ખાદ્ય વસ્તુ વેચનાર વેપારીઓમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *