Gujarat

બોડેલી એસટી ડેપોમાં સિક્યોરિટી ઓફિસની ખુરશી તેમજ ટેબલ પર બેસી ઇંગ્લિશ દારૂની મહેફીલ માણતા કર્મચારીઓનો વિડીયો વાયરલ…

બોડેલી એસટી ડેપોમાં સિક્યુરિટી ઓફિસમાં જ ઇંગ્લીશ દારૂ પીતા ત્રણેક ST કર્મીઓ નો વિડીઓ વાયરલ થયો હતો.
બોડેલી સહિત સમગ્ર વિસ્તારમાં દારૂ ની મેહફીલ નો આ કિસ્સો બન્યો ટોક ઓફ ધ ટાઉન જોવા મળ્યો હતો.
બોડેલી પોલીસ કર્મીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતાં દારૂની મહેફિલ માની રહેલા ત્રણ કર્મીઓ પૈકી એકને પોલીસ મથકે લઈ જવામાં આવ્યો હતો.
બોડેલી નગર સહિત મુસાફરો માં પણ અનેક તર્ક વિતર્કો સર્જાયા હતા સમગ્ર મામલે રાત્રિ દરમ્યાન કોઈ કાર્યવાહી ન થતા બોડેલી નગરમાં ચર્ચાનો વિષય બન્યો હતો દારૂની મહેફિલ ની ચર્ચાઓ બપોર સુધી બોડેલી નગરમાં ટોક ઓફ ધી ટાઉન બની રહી હતી.
સમગ્ર મામલે ડેપો મેનેજર ચૌહાણ સાથે વાતચીત કરતા તેઓ એ જણાવ્યું હતું કે આ દારૂ પીવા ના વાયરલ થયેલા વિડિયો માં દારૂની મહેફિલ માણતા હતા તેણી પુષ્ટી કરી ત્રણે સામે એસટી વિભાગે ક્ડક મા કડક કાર્યવાહી હાથ ધરી છે અને બોડેલી પોલીસ મથકે ત્રણે વિરૂદ્ધ અરજી પણ આપી દિધી હોવાનુ જણાવ્યુ હતુ.
બોડેલી એસટી ડેપો ના ધાબા ઉપર પણ જ્યાં જુઓ ત્યાં વિદેશી દારૂની બોટલ તેમજ દેશી દારૂ ની ખાલી પોટલીઓ પણ જૉવા મળી આવી હતી અને આ અંગે ડેપો ના ટ્રાફિક કન્ટ્રોલર જાતે દારૂ ની મેહફીલ માણી રહ્યા હતા જેઓ જોડે અન્ય બે પણ મેહફીલ નો રંગ સજાવી રહ્યા હતા હાલમાં તો દારૂની મહેફિલ ના વિડીયો બોડેલી નગરમાં ટોપ ઓફ ધ ટાઉન જોવા મળી રહ્યો છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

IMG_20220923_215726.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *