ગઈકાલે રાત્રે બોડેલીમાં ચાર ઇંચ કરતા વધુ વરસાદ પડતાં બોડેલી તાલુકાના પાટણા પાસે રેલવે ટ્રેક પરના બ્રિજ ઉપર ગાબડું પડતા વડોદરા પ્રતાપ નગર થી છોટાઉદેપુર ની ટ્રેન છુટાપૂરા પાસે અટકાવવામાં આવી હતી તેમજ છોટાઉદેપુર થી પ્રતાપનગર જઈ રહેલી ટ્રેન ને બોડેલી રેલ્વે સ્ટેશને અટકાવાઇ બન્ને ટ્રેન ના મુસાફરો ને ખાનગી વાહન મારફતે અવર જવર કરી મુસાફરો ને બોડેલી રોકાયેલી ટ્રેન માં મોકલાયા જ્યારે પ્રતાપનગર જઈ રહેલા મુસાફરો ને છુછાપૂરા રોકાયેલી ટ્રેન માં મોકલાયા હતા
બોડેલી તાલુકાના પાટણા ગામ નજીક થી પસાર થતા કોતર ઉપર રેલ્વે દ્રારા બનાવવા માં આવેલ બ્રીજ ની એક બાજુ ગાબડુ પડયુ હતુ જે ગત રાત્રે પડેલા વરસાદને પગલે ધોવાઇ ગયુ હતું જેની જાણ આજ રોજ રેલ્વે ટ્રેક પર પેટ્રોલીંગ કરી રહેલા રેલવે કર્મચારીને થતા તેઓ બોડેલી રેલ્વે સ્ટેશને જાણ કરતા બોડેલી રેલ્વે વિભાગ દ્વારા ત્વરિત છોટાઉદેપુરથી પ્રતાપનગર જઈ રહેલી ટ્રેન ને બોડેલી રેલ્વે સ્ટેશન ખાતે અટકાવવા માં આવી હતી જ્યારે પ્રતાપનગર થી છોટાઉદેપુર જઈ રહેલી ટ્રેન ને છુછાપુરા રેલ્વે સ્ટેશન ખાતે અટકાવવા માં આવી હતી
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર

