Gujarat

બોડેલી ના નસવાડી રોડ પર ગોવિંદ પૂરા દૂધ ડેરી પાસે બોડેલી તરફ પૂરપાટ આવતી બાઈક અચાનક સ્લીપ થતા બાઈક ચાલક ને બોડેલી અને ત્યાંથી વડોદરા દવાખાને સારવાર માટે દાખલ કર્યો હતો

બોડેલી ના નસવાડી રોડ પર ગોવિંદ પૂરા દૂધ ડેરી પાસે બોડેલી તરફ પૂરપાટ આવતી બાઈક અચાનક સ્લીપ થતા બાઈક ચાલક ને બોડેલી અને ત્યાંથી વડોદરા દવાખાને સારવાર માટે દાખલ કર્યો હતો ત્યાં સારવાર દરમ્યાન યુવકનુ મોત નિપજ્યું હતું.
બોડેલી તાલુકાના ગરોલ ગામનો ઉમેશ બારીયા ઉ. વ. 28 બોડેલી થી ફાઇનાન્સ ના કામે કોસિન્દ્રા તરફ ગયો હતો અને ત્યાંથી બોડેલી પરત ફરતી વેળાએ ગોવિંદપૂરા દૂધ ડેરી પાસે બાઈક સ્લીપ થતાં ઉમેશ ને ગંભીર ઇજા થતાં બોડેલી ની સંગમ હોસ્પિટલ ખાતે સારવાર આપી વધુ સારવાર માટે વડોદરા દાખલ કર્યો ત્યાં ઉમેશ બારીયા નુ સારવાર દરમ્યાન મોત નિપજ્યું હતું. બોડેલી પોલીસે અકસ્માત મોત નો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *