Gujarat

બોડેલી પાસે આવેલ રેલવે ફાટક પર ટ્રેન આવતા વારંવાર બંધ કરાતા ટ્રાફિક જામના દ્રશ્યો એમ્બુલન્સ ટ્રાફિકમાં ફસાઈ વાહનચાલકોને પડતી મુશ્કેલી

 રેલવે ફાટક પર ઓવરબ્રિજ બનાવવા લોકોની માંગ
બે વર્ષ કરતા વધુ સમય પહેલા મુખ્યમંત્રી એ ઓવરબ્રિજ બનાવવાની જાહેરાત કરી હતી
 પણ હજુ સુધી રેલવે ઓવર બ્રીજનું કામ શરૂ ન થતા લોકોમાં નારાજગી જોવા મળી રહી છે
બોડેલી પાસે આવેલી રેલવે ફાટક પર ટ્રાફિકજામ  વારંવાર સર્જાય છે ત્યારે મધ્યપ્રદેશથી દરદીને લઇને વડોદરા તરફ જતી એમ્બ્યુલન્સ રેલવે ફાટક બંધ થતાં ટ્રાફિક માં ફસાઈ હતી
 વડોદરાથી છોટાઉદેપુર  રેલવે લાઈન પર બોડેલી પાસે ફાટક આવેલી છે અને ત્યાં વારંવાર ટ્રાફિક જામની સમસ્યા સર્જાય છે
ત્યારે ફાટકની જગ્યાએ ઓવર બ્રિજ બને તેવી લોકો માંગ કરી રહ્યા છે આ રેલવે ફાટક પર ખુદ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી પણ  ટ્રાફિક સમસ્યાનો ભોગ બની ચૂક્યા છે
ત્યારે મુખ્યમંત્રીએ ઓવરબ્રિજ બનાવવાની જાહેરાત કરી હતી મુખ્યમંત્રીની જાહેરાત બાદ પણ રેલ ઓવર બ્રીજનું કામ શરૂ ન થતા લોકોમાં નારાજગી જોવા મળી રહી છે
મુખ્યમંત્રીએ જાહેરાત કર્યાને બે વર્ષ કરતા વધુ સમય થયો અને  હજુ સુધી બ્રિજનું કામ શરૂ ન થતા લોકોમાં નારાજગી જોવા મળી રહી છે ત્યારે આ રેલવે ફાટક પર વારંવાર ટ્રાફિકની સમસ્યા સર્જાય છે અને વાહન ચાલકોના જણાવ્યા મુજબ વહેલી તકે અહીં ઓવરબ્રિજ બનાવવામાં આવે જેથી કરીને કોઈને મુશ્કેલીઓનો સામનો કરવો ન પડે,,
ઈમરાન મન્સૂરી બોડેલી

IMG-20220427-WA0019.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *