Gujarat

બોડેલી પીએસઆઇ ની બદલી થતાં બોડેલી નગરજ નો દ્વારા તેમનું વિદાય સન્માન કરવામાં આવ્યું

પોતાનો જીવ જોખમમાં મૂકી પુર પીડિતોને બચાવનાર બોડેલીના સિંઘમ પી.એસ.આઇ એ એસ સરવૈયા ની પંચમહાલ જિલ્લામાં બદલી થતા બોડેલી ભગતવાડી ખાતે પીએસઆઇ નું સન્માન કરવામાં આવ્યું હતું
બોડેલી પોલીસ સ્ટેશનના અને પંથકમાં લોકપ્રિય એવા પીએસઆઇ ની બદલી થતાં
નગરજનોમાં દુઃખની લાગણી જોવા મળી હતી
ગઈ 10 જુલાઈ ના રોજ બોડેલી માં પુર આવ્યું હતું અને અનેક લોકો પૂરના પાણીમાં ફસાયા હતા ત્યારે બોડેલીના પી.એસ.આઇ એ પૂરના પાણીમાં જઈને લોકો ના જીવ બચાવયા હતા તેવા સિંઘમ પીએસઆઇ ની બદલી થતાં તેમને માન ભર્રી વિદાય આપવામાં આવી હતી બોડેલીમાં પોણા ત્રણ વર્ષ કરતાં વધુ સમય સુધી ફરજ બજાવતા બોડેલીના પોલીસ ઇન્સ્પેક્ટર એ એસ  સરવૈયા   જ્યારે બોડેલીમાં પૂર આવ્યું હતું ત્યારે પોતાના જીવ જોખમ મૂકી  પાણીમાં ઉતરી લોકોના જીવ બચાવ્યા હતા તેનો વિડીયો વાયરલ થતાં ચારે કોર તેમની પ્રશંસા થઈ હતી અને ત્યારે પણ તેમને નગરજનો દ્વારા સન્માન પણ કરવામાં આવ્યું હતું
ત્યારે આજે બોડેલીના પી એસ આઇ ની બદલી થતાં બોડેલી નગરજનો દ્વારા તેમનું વિદાય સમારંભ રાખવામાં આવ્યું હતું જેમાં બોડેલી તાલુકાના લોકો ઉપસ્થિત રહ્યા હતા
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર

IMG-20220929-WA0036.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *