Gujarat

બોડે લીના પીઠા ગામ પાસે હાઇવે રોડ પર ઝાડ પડતા વાહન વ્યવહાર ખોરવાયો 15 મિનિટ સુધી ટ્રાફિક જામ    

બોડેલી ના પીઠા ગામ પાસે વૃક્ષ ધરાશાઈ થતા વાહન વ્યવહાર ખોરવાયો સ્થાનિકો ની મદદ થી વૃક્ષ ને કાપી રસ્તો ખુલ્લો કરાવતા વાહન વ્યવહાર રાબેતા મુજબ ચાલુ થયો હતો
       બોડેલી પંથક માં સાંજ ના સમયે ધોધમાર વરસાદ ખાબક્યો હતો જેને પગલે બોડેલી વડોદરા રાજ્ય ધોરી માર્ગ ઉપર ના પીઠા ગામ પાસે રાજ્ય ધોરી માર્ગ ઉપર કાસદ નું વૃક્ષ ધરાશાઈ થતા લગભગ વીસ મિનિટ સુધી ટ્રાફિક જામ ના દ્રશ્યો સર્જાયા હતા બોડેલી પોલીસે ઘટના સ્થળે દોડી આવી હતી અને સ્થાનિકો ની મદદ થી વૃક્ષ ને કાપી ને રોડ ઉપર થી વૃક્ષ ને દુર કરી રસ્તો ખુલ્લો કરાવતા વાહન વ્યવહાર ચાલુ થયો હતો
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર

IMG-20220725-WA0009.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *