Gujarat

બોધકથા..નિષ્કામભાવથી કર્મ કરીએ  

એક રાજ્યના રાજ્ય દરેક સમયે રાજ્યની ચિંતામાં ઘેરાયેલા રહેતા હતા.તેઓને ચિંતા એટલી વધી જાય છે કે એક દિવસ તે સમગ્ર રાજપાટ છોડીને વનમાં જવાનો નિશ્ચય કરે છે.સંયોગવશ તે દિવસે એક બ્રહ્મજ્ઞાની મહાત્મા ફરતા ફરતા તેમના દરબારમાં આવે છે.રાજાએ મહાત્માનો ઘણો જ આદર સત્કાર કરી પોતાની વ્યથા કહે છે.

મહાત્માએ રાજાની સમસ્યાઓનું નિરાકરણ કરતાં કહ્યું કે જો આપ રાજ્યની ચિંતાઓથી મુક્ત થવા ઇચ્છતા હો તો આપનું રાજ્ય મને સોંપી દો.રાજાએ વિચાર કર્યો કે આવો અવસર ફરીથી નહી મળે તેમ વિચારી પોતાનો મુગુટ ઉતારી મહાત્માના શ્રીચરણોમાં અર્પણ કરી દીધો.રાજપાઠનો સ્વીકાર કર્યા બાદ રાજાને કહ્યું કે હવે તમે રાજા રહ્યા નથી તેથી હવે શું કામકાજ કરશોઆપની આગળની શું યોજના છેપરીવારનું પાલન-પોષણ કેવી રીતે કરશો?

રાજા કહે છે કે હવે મને રાજ્યની ચિંતા તો છે નહી તેથી મારી પાસે સોના-ચાંદીહીરા-મોતી-માનેક વગેરે ઘણા જ કિંમતી આભૂષણો છે તેને વેંચીને કોઇ વેપાર ધંધો કરી લઇશ.મહાત્માએ કહ્યું કે આ આભૂષણો તો હવે આપનાં રહ્યાં નથી,તે રાજાની અમાનત છે અને હવે આપ રાજા નથી એટલે તમે તેને કેવી રીતે લઇ શકોહવે આ રાજ્યનો રાજા હું છું એટલે તમામ આભૂષણો પણ મારાં જ છે.મહાત્માના આવાં વચનથી રાજાએ તમામ આભૂષણ ઉતારીને મહાત્માને સોંપી દીધા.

રાજા કહે છે કે હવે હું કોઇ નાની મોટી નોકરી કરીશ અને જે પગાર મળશે તેનાથી મારા કુટુંબનું ભરણપોષણ કરીશ.મહાત્મા હસીને કહે છે કે જો તમારે નોકરી જ કરવી હોય તો હું તમોને નોકરી ઉપર રાખીશ.રાજા કહે છે કે આપની ઘણી જ કૃપા.મને બતાવો કે મારે શું કામ કરવાનું છેઆપ મને કયા પદ ઉપર નિયક્ત કરો છો?

રાજાનો હાથ પકડીને મહાત્માએ રાજાને સિંહાસન ઉપર બેસાડતાં કહ્યું કે આજથી તમે આ રાજ્યનો તમામ કારભાર સંભાળો,પરંતુ યાદ રાખજો તમારે રાજ સિંહાસન ઉપર બેસીને રાજા બનીને નહી પરંતુ એક કર્મચારી બનીને તમામ કાર્યો કરવાના છે કેમકે વાસ્તવિક રાજા તો હું છું.તમારે સેવક બનીને તમામ રાજ્યના કાર્યો સંભાળવાના છે,તેના બદલામાં તમોને જીવનયાપન માટે પગાર આપવામાં આવશે,તમારો અધિકારી ફક્ત પગાર ઉપર છે કેમકે રાજ્યની તમામ સંપદા ઉપર તો મારો અધિકાર છે એ વાત ભુલશો નહી તેમ જણાવીને મહાત્મા ચાલ્યા જાય છે.

રાજા પણ મહાત્માની સૂચનાનુસાર જ રાજ્યનો કારોબાર સંભાળ્યો.કેટલાક મહિના પછી એક દિવસ મહાત્મા ફરતા ફરતા રાજમહેલમાં આવીને રાજા સાથે મુલાકાત કરે છે.રાજા મહાત્માને પોતાના માલિકના રૂપમાં સ્વાગત કરે છે.મહાત્માએ હાલચાલ પુછ્યા તો રાજા કહે છે કે રાજ્યની ચિંતા તો રાજાને હોય છે અને હું તો રાજા નહી વહીવટદાર છું.રાજા તો આપ છો હું તો ફક્ત સેવક છું હવે મને કોઇ ચિંતા નથી કેમકે રાજ્ય કારભારનો ઘણો મોટો ભાર ઉતરી ગયો છે.

આ વાર્તા આપણને એ બોધ આપે છે કે નિષ્કામભાવથી કર્મ કરવાથી જ સુખ અને આનંદની પ્રાપ્તિ થાય છે.હું અને મારાપણાનો ભાવ હોય તો નિષ્કામભાવ આવી શકતો નથી.હું અને મારાપણાની ભાવનાથી ઉપર ઉઠીને અનાસક્તિ ભાવથી કર્મો કરવામાં આવે તો આસક્તિનો ભાવ આવતો નથી અને અમારી ચિંતા આપોઆપ દૂર થાય છે.

ભગવાન ગીતામાં કહે છે કે જે અનન્ય પ્રેમી ભક્તજનો મુજ પરમેશ્વરનું નિરંતર ચિંતન કરતાં નિષ્કામભાવે ભજે છે એ મારૂં ચિંતન કરનારા ભક્તોના યોગક્ષેમનું હું પોતે વહન કરૂં છું.મનુષ્યએ ફક્ત નિષ્કામભાવથી સેવા-સુમિરણ અને સત્સંગ કરવાં જોઇએ.કોઇ વિશેષતા પોતાની અંદર લાવવાની ક્યારેય કોશિષ ના કરવી.

ઇન્દ્રિયોના દ્રારા જે પ્રભુ પરમાત્માની આજ્ઞાનુસાર ૫વિત્ર કર્મોનું નિષ્કામભાવથી આચરણ કરે છે તથા પ્રભુ પરમાત્માને અર્પણ કરેલ ભોગોનું રાગ-દ્રેષ રહિત બનીની નિષ્કામભાવથી શરીર નિર્વાહના માટે ઉ૫ભોગ કરે છે તે પ્રભુ પરમાત્માના ૫રમધામને પ્રાપ્ત કરી લે છે,જયાં ગયા ૫છી પાછું સંસારમાં આવવું ૫ડતું નથી.નિષ્કામ ભક્તિ એ જ સાચી પ્રભુની ઉપાસના છે એટલે ભગવાન પાસે કામનાઓથી મુક્ત બનવાનું અને નિષ્કામ ભક્તિનું વરદાન માંગજો.

વિનોદભાઇ માછી નિરંકારી

નવીવાડી,તા.શહેરા,જી.પંચમહાલ

૯૭૨૬૧૬૬૦૭૫(મો)

Vmm.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *