Gujarat

બ્રિટનના વડાપ્રધાન બોરિસ જાેનસન ૨૧મીએ અમદાવાદ આવશે

અમદાવાદ
બ્રિટનના પીએમ બોરિસ જાેનસન ૨૧-૨૨ એપ્રિલના રોજ ભારતના પ્રવાસે છે. રશિયા-યુક્રેન યુદ્વ જ્યારે ચરમસીમાએ છે ત્યારે આ પ્રવાસ થઇ રહ્યો છે. જાેનસનનો પ્રવાસ ૨૧ એપ્રિલથી ગુજરાતથી શરૂ થશે. આ પ્રથમવાર છે, જ્યારે બ્રિટિશ પીએમ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. ગુજરાતમાં બ્રિટિશ પીએમ સંયુક્ત વેપારના અનેક મહત્ત્વપૂર્ણ રોકાણ પ્રસ્તાવોની જાહેરાત કરશે. બંને દેશ મુક્ત વેપાર સમજૂતી (ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ) પર વાતચીત કરી રહ્યા છે. આ દિશામાં મહત્ત્વની પ્રગતિ થશે એવી આશા છે. બ્રિટન ભારતની સાથે વાર્ષિક કારોબારને ૨.૮૯ લાખ કરોડ સુધી લઇ જવા માટે ઇચ્છુક છે. જાેનસન ૨૨ એપ્રિલના રોજ પીએમ મોદી સાથે શિખર બેઠક કરશે. જાેનસનનો ભારત પ્રવાસ ૨૦૨૦થી ટળતો આવ્યો છે. ૨૦૨૧માં તેમણે પીએમ મોદી સાથે વર્ચ્યુઅલ શિખર બેઠક કરી હતી. એમાં ૨૦૩૦ સુધી માટે વ્યૂહાત્મક અને વ્યાપાર સહયોગનો રોડમેપ તૈયાર કરાયો હતો. ભારત બ્રિટનમાં ૫૩૦૦ કરોડ રૂપિયાની રોકાણ સમજૂતી પર સહમતી સાધી ચૂક્યું છે. હવે ને ૨૦૩૫ સુધીના એજન્ડામાં પણ સામેલ કરાશે. ભારત પ્રવાસ પહેલાં બ્રિટિશ પીએમ બોરિસ જાેનસને ટ્‌વીટ કરીને કહ્યું હતું કે ભારત આર્થિક મહાશક્તિ અને વિશ્વની સૌથી મોટી લોકશાહી છે. વર્તમાન અસ્થિર વૈશ્વિક સંજાેગોમાં ભારત બ્રિટનનું મહત્ત્વનું ભાગીદાર છે. તેમણે કહ્યું હતું કે મારા પ્રવાસથી રોજગારીના અવસરો, સુરક્ષા અને આર્થિક વિકાસને લઇને સંબંધો વધુ ગાઢ બનશે. મોદી અને જાેનસન વચ્ચે યુક્રેન યુદ્વ પર પણ ચર્ચા થશે. ભારત પોતાનો પક્ષ રજૂ કરશે. આ યુદ્વમાં ભારત તેમના પક્ષે રહે એવું પશ્વિમી દેશો ઇચ્છે છે. જ્યારે ભારતે તટસ્થ વલણ અપનાવ્યું છે, પરંતુ અનેક પશ્વિમી દેશોના નેતાઓની સાથે બેઠકના માધ્યમથી ભારતે શાંતિના પક્ષમાં મજબૂત અવાજ ઉઠાવ્યો છે. ભારત-પ્રશાંત ક્ષેત્રે સહયોગ પણ એજન્ડાનો ભાગ છે. બ્રિટન યુરોપીય સંઘથી જાેડાણ તોડી ચૂક્યું છે. હવે ભારત સાથે વેપારથી જાેનસન પોતાના દેશમાં મોંઘવારી ઓછી કરવા માટે ઉપભોક્તા વસ્તુઓના ક્ષેત્રમાં સહયોગની આશા લઇને આવી રહ્યા છે. ગ્રીન ટેક્નોલોજી અને ઉચ્ચ કૌશલ્ય ધરાવતી નોકરીઓના અવસરોનું સર્જન કરવા માટે પણ બંને દેશો આતુર છે, સાથે જ બ્રિટનમાં ૫૩ હજારથી વધુ ભારતીય વિદ્યાર્થી છે. બ્રિટનની સાથે નોલેજ શેરિંગ પાર્ટનરશિપ આ પ્રવાસનો મહત્ત્વનો એજન્ડા છે.બ્રિટનના વડાપ્રધાન બોરિસ જાેનસન આ સપ્તાહે ભારતના પ્રવાસે આવી રહ્યા છે. તેમના ભારત પ્રવાસનો આરંભ અમદાવાદથી થશે. તેઓ ૨૧ એપ્રિલ, અમદાવાદ આવશે. બોરિસ જાેનસન ગુજરાત આવનારા પ્રથમ બ્રિટિશ પીએમ છે. તેઓ અગ્રણી ઉદ્યોગપતિઓ સાથે બેઠક કરશે તથા ભારત અને બ્રિટન વચ્ચે વાણિજ્યિક સહકાર વધારવા માટે ચર્ચા કરશે. ગુજરાતમાં જાેનસન વિજ્ઞાન, હેલ્થ અને ટેકનોલોજીક્ષેત્રે નવા પ્રોજેક્ટની પણ ઘોષણા કરી શકે છે. તેઓ ૨૨ એપ્રિલે દિલ્હી જશે, જ્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે બેઠક કરશે. બ્રિટન સરકારના જણાવ્યા પ્રમાણે, ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ મુદ્દે ભારત અને બ્રિટન વચ્ચે મહત્ત્વની સમજૂતી થઈ શકે છે. રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધના પરિપ્રેક્ષ્યમાં બોરિસ જાેનસનનો ભારત પ્રવાસ મહત્ત્વપૂર્ણ મનાય છે.

Boris-Johnson.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *