Gujarat

ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી દ્વારા ચાર દિવસમાં ૧૭ પરીક્ષાઓના પરિણામો જાહેર કરાયા 

સાગર નિર્મળ
જૂનાગઢ
બી.એસસી., બી.એ., બી.કોમ., બીસીએ, બીઆરએસ, એલએલ.બી., બીબીએ, બીએસડબલ્યુ સહિતના વિવિધ પરિણામો જાહેર થયા
બાકી રહેલ પરિણામો પણ વહેલીતકે જાહેર કરી દેવામાં આવશે : કુલપતિ ત્રિવેદી
ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી, જૂનાગઢ દ્વારા તા.૧૪ જૂનથી ૧૭ જૂન, ૨૦૨૨ દરમ્યાન કુલ ૧૭ પરીક્ષાઓના પરિણામો જાહેર કરવામાં આવ્યા છે. વિવિધ રેમેડીયલ પરીક્ષાઓ બી.એ. સેમ.-૫ નું ૭૭.૪૯ ટકા, બી.કોમ સેમ.-૫ નું ૫૬.૬૧ ટકા, બીસીએ સેમ-૫ નું ૭૬.૧૯ ટકા, બીઆરએસ સેમ-૫ નું ૭૧.૪૩ ટકા, એલએલ.બી. સેમ-૫ નું ૭૩.૬૮ ટકા, બીબીએ સેમ-૫ નું ૮૧.૯૭ ટકા, બીએસડબલ્યુ સેમ-૫ નું ૧૦૦ ટકા, બી.એસસી.(ફોરેન્સિક સાયન્સ) સેમ-૫ નું ૧૦૦ ટકા, બી.એ.(હોમ સાયન્સ) સેમ-૫ નું ૧૦૦ ટકા પરિણામ જાહેર કરવામાં આવ્યા છે. ઉપરાંત એપ્રિલ ૨૦૨૨ દરમ્યાન લેવાયેલ સેમ-૬ ની પરીક્ષાઓ બી.એસસી.(ફોરેન્સિક સાયન્સ)નું ૯૬.૧૫ ટકા, બી.એસસી.(આઈ.ટી.)નું ૮૯.૧૩ ટકા, એલએલ.બી. નું ૯૦.૩૩ ટકા, બી.સી.એ. નું ૮૯.૩૯ ટકા, બી.કોમ. નું ૭૩.૫૨ ટકા, બી.એ.(હોમ સાયન્સ)નું ૯૨.૬૮ ટકા તથા બી.બી.એ. નું ૮૦.૧૨ ટકા પરિણામ જાહેર કરવામાં આવ્યું છે.
જાહેર થયેલ પરિણામો સંદર્ભે જે વિદ્યાર્થીઓ પુનઃમૂલ્યાંકન કરાવવા ઈચ્છતા હોય તેઓ પરિણામ જાહેર થયાના આઠ દિવસ દરમ્યાન આપેલ લીંક http://bknmu.gipl.net પર પોતાનું યુઝરનેમ તથા પાસવર્ડ એન્ટર કરી ઓનલાઈન અરજી કરી શકશે. વિદ્યાર્થીઓને વિગતવાર પરિણામ યુનિવર્સિટીની વેબસાઈટ ઉપર જોવા મળી શકે છે. બાકી રહેલ પરિણામો પણ વહેલીતકે જાહેર કરી દેવામાં આવશે તેવું કુલપતિ પ્રો.ડો.ચેતનભાઈ ત્રિવેદીએ જણાવ્યું હતું.

IMG-20220617-WA0106.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *