Gujarat

ભરૂચના પતંગવાલા પરિવારનો વ્યવસાય લથડ્યો

ભરૂચ
આજે મોંઘવારીના જમાનામાં પતંગ બનાવવાના કાચા સામાનમાં ચાર ગણો વધારો થયો છે. હાલ તો બધું જ રેડીમેડ મળી રહે છે પણ જ્યારે ૧૯૦૦મી સદીમાં વાસ શોધી લાવી આ પરિવારના વડવા જાતે કમાન બનાવતા હતા, ત્યારે ઉત્તરાયણ પહેલા દર અઠવાડિયે ભરૂચનો પતંગવાલા પરિવાર ૪૦ હજાર પતંગ બનાવી ઘોડાગાડીમાં વડોદરા મોકલતો હતો. આજે તેઓ નખના આકારથી લઈ વિરાટ કદની પતંગો પોતાના હાથે બનાવે છે. જે પતંગબાજી સાથે સુશોભન અને હિંડોળા સહિતમાં ઉપયોગમાં લેવામાં આવે છે.આબાલ, વૃદ્ધો સૌકોઈને પ્રિય એવા પતંગોત્સવનો ભરૂચનો ઇતિહાસ પણ રસપ્રદ અને રોચક છે. ૧૯૦૦મી સદીમાં ઘોડાગાડીમાં શરૂ થયેલી ભરૂચની પતંગવાલા પેઢીની સફર આજે આધુનિક યુગમાં તેમની નવી પેઢીને વ્યવસાયમાં રસ ન હોવાથી ડચકા ખાઈ રહી છે ઉત્તરાયણ પર્વને લઈ ભરૂચ જિલ્લાના પતંગ રસિયાઓ સુસજ્જ થઈ ગયા છે. બજારમાં પતંગ, દોરા, ફીરકી સહિતની ચીજવસ્તુઓની ખરીદી ખીલી રહી છે. ત્યારે પ્રાચીન નગરી ભરૂચમાં પતંગનો ઇતિહાસ પણ રોચક રહ્યો છે. શહેરની મોટીબજારમાં આવેલા ઘોષવાડમાં રહેતા ગુલામ મહંમદ શેખનો પરિવાર પતંગવાલા તરીકે જ પ્રખ્યાત છે. તેમનો પેઢીગત વ્યવસાય પતંગ બનાવવાનો અને ૧૯૦૦ સદી એટલે કે ૨૦૦ વર્ષ જૂનો છે. સોંઘવારીના એ જમાનામાં તમામ ચીજવસ્તુઓ આના અને પૈસામાં મળતી તેમજ હાથ બનાવટની જ બનતી. શેખ પરિવારના વડવાઓ ૪ મહિના પહેલા જ પતંગ બનાવવાનું શરૂ કરી દે છે, જાે કે આજે તેમની નવી પેઢીને આ વંશ પરંપરાગત વ્યવસાયમાં વધુ મહેનત હોવાથી ઝાઝો રસ રહ્યો નથી.

The-third-wave-hit-the-kite-industry-in-Ahmedabad.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *