Gujarat

ભાપડીથી કરબુણનો કાચો રસ્તો પાકો બનાવવા ગ્રાજનોની માંગ

થરાદ
વંદે ગુજરાત, વિકાસશીલ ગુજરાતની વાતો થઈ રહી છે ત્યારે થરાદ તાલુકાના ભાપડીથી કરબુણ સુધી જે કાચો અને ધૂળીયો રસ્તો છે એને પાકો બનાવવા માટે ગ્રામજનો દ્વારા અનેક વખત રજૂઆત કરવા છતાં રસ્તો ના બનતા ત્યાના સ્થાનિક લોકોએ ઉગ્ર વિરોધ દર્શાવ્યો હતો. ભાપડી ગોળીયા મુકામે એકથી પાંચ ધોરણ સુધીની શાળા આવેલી છે. શાળાએ જવા માટે હાલમાં કાચો અને ધૂળવાળો રસ્તો છે. જેથી કોઈપણ પ્રકારના વાહનો જઈ શકતા નથી તેમ જ રસ્તો કાચો અને ભારે હોય જેથી જવામાં ખૂબ જ મુશ્કેલી પડે છે. ગોળીયા શાળામાં વિદ્યાર્થીઓ તેમજ શિક્ષકોને તેમજ આજુબાજુના ખેતરોવાળા ખેડૂતોને વાહન વ્યવહાર લઈ જવામાં મુશ્કેલી પડી રહી છે. કાચો માર્ગ ભાપડીથી ભાપડી ગોળીયા પાંચ કિમી દૂર આવેલ છે. જેથી કાચા રસ્તેથી કોઈપણ સાધન જઈ શકતું નથી તથા ચોમાસાની સિઝનમાં રસ્તામાં મોટા મોટા ખાડાઓ પડેલા હોય છે અને ખાડાઓના કારણે વિદ્યાર્થીઓને તેમજ શિક્ષકોને શાળા સુધી પહોંચવું પણ મહા મુશ્કેલ બની જતું હોય છે. આ બાબતે તેઓના સ્થાનિક ખેડૂતોએ થરાદના ધારાસભ્ય સંસદ સભ્ય સહિતના રાજકીય અગ્રણીઓને રજૂઆત કરવા છતાં આજ દિન સુધી આ રસ્તાનું કામ થયેલું નથી ત્યારે તેઓના સ્થાનિક ખેડૂતોએ ચીમકી ઉચ્ચારી છે કે જે પાર્ટી દ્વારા અમને આ રોડ બનાવી આપવામાં આવશે એમને અમે વોટ આપીશું ઉલ્લેખની આ કાચા રસ્તાથી પર અનેક વખત રાજકીય આગેવાનો પણ નીકળેલા છે, તેવું સ્થાનિક ખેડૂતોએ જણાવ્યું હતું. બનાસકાંઠા જિલ્લાના સાંસદ પરબતભાઇ પટેલે પણ સરકારમાં ભાપડીથી કરબુણના પાકા ડામર રોડ માટે ભલામણ કરી છે. ત્યારે હવે જાેવાનું એ રહ્યું કે મીડિયાના અહેવાલ બાદ તંત્ર અને રાજકીય આગેવાનો આ કાચા રસ્તાને પાકો રસ્તો બનાવવાની કામગીરી કરશે કે નહીં એ તો દેખાવાનું રહ્યું.

File-02-Page-16.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *