Gujarat

ભારતીય બનાવટનો વિદેશી દારુનો જથ્થો ઝડપી પાડતી છોટાઉદેપુર એસ.ઓ.જી.પોલીસ

ધર્મેન્દ્ર શર્મા પોલીસ અધિક્ષક, છોટાઉદેપુર નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ એમ.વી.જાડેજા, I/C પોલીસ ઇન્સ્પેકટર, એસ.ઓ.જી., છોટાઉદેપુર નાઓ તથા એસ.ઓ.જી. સ્ટાફના પોલીસ માણસો છોટાઉદેપુર પોલીસ સ્ટેશન વિસ્તારના ગાંઠીયા-ગાબડીયા ગામ તરફ પ્રેટ્રોલીગમા હતા તે દરમ્યાન અંગત બાતમીદાર મારફતે બાતમી મળેલ કે, ગાંઠીયા ગામે પટેલ ફળીયામા રહેતા ચીમનભાઇ કરશનભાઇ રાઠવા નાઓ પોતાના ઘરે ગેરકાયદેસર ભારતીય બનાવટનો વિદેશીનુ દારૂનુ છુટ્ક વેચાણ કરે છે જે બાતમી હકીકત આધારે બે પંચોના માણસો સાથે રાખી સદરીના ઘરે રેઇડ કરતા ઘરના ઓરડાના ખુણાના ભાગેથી એક પ્લાસ્ટીકના થેલામાંથી બોટલો ભરેલ જણાતાં ખાત્રી કરતાં તેમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ (૧) ગોવા સ્પીરીટ ઓફ સ્મુથનેસ વિસ્કી પ્લાસ્ટીક ૭૫૦ મી.લી બોટલ નંગ-૩૦ જે એક ની કિંમત રૂ.૫૨૫/- લેખે કુલ બોટલની કિ.રૂ.૧૫,૭૫૦/- (૨) માઉન્ટ પતરાના ટીન ૫૦૦ મી.લીના બીયર નંગ-૨૪ જે એક નંગની કી.રૂ.૧૦૫ લેખે કુલ કિ.રૂ.૨,૫૨૦/- મળી કુલ બોટલ નંગ-૫૪ જેની કુલ કિં.રૂ. ૧૮,૨૭૦/- નો ગેરકાયદેસર રીતે વગર પાસ પરમીટે રાખી રેઇડ દરમ્યાન પકડાઇ ગયેલ હોય જેઓને કોરોન્ટાઈન રાખી તેઓના વિરુધ્ધમા ધોરણસર કાર્યવાહિ કરી છોટાઉદેપુર પો.સ્ટે. ખાતે ગુન્હો દાખલ કરવામાં આવેલ છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

IMG-20220923-WA0096.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *