Gujarat

ભારત દેશના 76 માં સ્વાતંત્ર દિનની ઉજવણીના ભાગરૂપે છોટાઉદેપુર જિલ્લા કક્ષાનો ધ્વજા વંદન કાર્યક્રમમાં 108 ઈમરજન્સી સેવા તથા ખીલખીલાટ સેવા અને આરોગ્ય સંજીવની સેવા ના કર્મચારીઓને મહાનુભવોના હસ્તે એવોર્ડ થી સન્માનિત કરવામાં આવ્યા.

ઇમરજન્સી મેડિકલ ટેકનિશિયન :-  મુકેશભાઈ રાઠવા કે જેઓ છેલ્લા ત્રણ વર્ષથી 108 ઈમરજન્સી સેવા છોટાઉદેપુર લોકેશન પર ફરજ બજાવે છે તેઓને દર્દીઓની શ્રેષ્ઠ સારવાર કરવા બદલ સેવિયર એવોર્ડ થી સન્માનિત કરવામાં આવે છે
  ફરહદ ખાન પઠાણ કે જેઓ છેલ્લા ૧૩ વર્ષથી ૧૦૮ ઈમરજન્સી સેવા તેજગઢ પર ફરજ બજાવે છે જેઓને એમ્બ્યુલન્સની શ્રેષ્ઠ એવરેજ આપવા બદલ તથા ઇમરજન્સી મેડિકલ ટેકનિશિયન ને દર્દીને સારવાર આપવામાં મદદરૂપ થવા બદલ સેવીયર એવોર્ડથી સન્માનિત કરવામાં આવે છે.
 ચિરાગભાઈ રાઠવાકે જેઓ છેલ્લા ત્રણ વર્ષથી ખિલખિલાટ છોટાઉદેપુર ખાતે  ફરજ બજાવે છે જેઓ એ પ્રસુતિ થયા બાદ માતા અને નવજાત શિશુને ખિલખિલાટ વાહન દ્વારા વધુમાં વધુ માતા અને બાળકને સહી સલામત ઘરે સુધી પહોંચાડવામાં ખિલખિલાટ  એક્સિલન્સ  એવોર્ડથી સન્માનિત કરવામાં આવે છે.
 એમ એચ યું મેડિકલ ઓફિસર  :-  ડોક્ટર શૈલેષભાઈ ભીલ કે જેઓ છેલ્લા ત્રણ વર્ષથી કવાટ મોબાઇલ મેડિકલ યુનિટ પર  ફરજ બજાવે છે. જેમને દર્દીઓની શ્રેષ્ઠ સારવાર કરવા બદલ એમ. એચ. યુ . એક્સિલન્સ એવોર્ડ થી સન્માનિત કરવામાં આવે છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

IMG-20220815-WA0091.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *