Gujarat

ભાવનગર ટ્રાફિક બ્રિગેડમાં ફરજ બજાવતા જવાને ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા પોલીસે તપાસ શરુ કરી

ભાવનગર
ભાવનગર પોલીસે શહેરની ટ્રાફિક બ્રિગેડમાં ફરજ બજાવતા એક જવાને અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ઘોઘા રોડ વિસ્તારના શિવાજી સર્કલ પાસે રામાપીરના મંદિરના ખાંચામાં રહેતા અને ભાવનગર ટ્રાફિક બ્રિગેડમાં ફરજ બજાવતા ધર્મેન્દ્રસિંહ પ્રતાપસિંહ મોરીએ પોતાના ઘર પર કોઈ કરાણોસર ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. ટીઆરબી જવાનના આપઘાતના કારણે ટ્રાફિક શાખામાં શોકનું મોજું ફરી વળ્યું હતું.આ અંગે ઘોઘા પોલીસ સ્ટેશનમાં અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ધર્મેન્દ્રસિંહના અકાળે અવસાનના પગલે પત્નીએ પતિની અને એક પુત્રીએ પિતાની છત્રછાયા ગુમાવી છે.

After-committing-suicide-by-hanging-himself-the-police-started-investigation.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *