Gujarat

ભુજના લોડાઈની પરિણીતાનું અપહરણ કરી દુષ્કર્મ કર્યાની ફરિયાદ નોંધાઈ

ભુજ
ભુજની ૨૨ વર્ષીય પરિણીતાને લોડાય ગામે પોતાના ઘર આગળથી સુમરાસરનો અજીજ સુમાર સમા નામનો શખ્સ મોઢે ડુચો દઇ ઉઠાવી ગયો હતો. ભોગ બનનારાનું અપહરણ કરી આરોપી પોતાના ઘરે લઇ જઇ ભૂર્ગભ ટાંકામાં ગોંધી રાખી હતી, બાદમાં રૂમમાં લઇ જઇ અવાર નવાર મરજી વિરૂદ્ધ શરીર સબંધ બાંધ્યો હતો. ફરિયાદી સાથે બળાત્કાર કર્યો હોવાની જાણ કોઇને કરીશ તો માતા-પિતાને છરી વડે જાનથી મારી નાખવાની ધમકી પણ આરોપીએ આપી હતી. પદ્ધર પોલીસ મથકે ફરિયાદીએ દુષ્કર્મની કલમ તળે અજીજ સમા સામે ફોજદારી નોંધાવતા પદ્ધર પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.ભુજ તાલુકાના લોડાઇ ગામે રહેતી પરિણીતા યુવતીને સુમરાસરનો શખ્સ તેના ઘર પાસેથી મોઢે ડુચો દઇ અપહરણ કરી ગયો હતો, બાદમાં પોતાના ઘરે આવેલા ભુગર્ભ ટાંકામાં ગોંધી રાખી તેમજ રૂમમાં પરિણીતાની મરજી વિરૂદ્ધ અવાર નવાર શરીર સંબંધ બાંધ્યા હતા. ફરિયાદી પરિણીતાએ સુમરાસરના શખ્સ સામે બળાત્કારની કલમ તળે પદ્ધર પોલીસ મથકે ફોજદારી નોંધાવી હતી. પરિણીતા આ બનાવ અંગે કોઇને જાણ કરશે તો તેના માતા-પિતાને છરીથી મારી નાખવાની ધમકી પણ આપી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *