પાટણ
પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ લોકપ્રિય મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના ગુજરાત સરકારનો માર્ગ અને મકાન વિભાગ ફાટકમુક્ત ગુજરાતની નેમ સાથે આગળ વધી રહ્યો છે ત્યારે આ રેલવે ઓવરબ્રીજના કારણે સિદ્ધપુર શહેર અને આસપાસના ગામોના લાખો લોકોને ટ્રાફિકની સમસ્યાથી મુક્તિ મળશે. મુંબઈથી દિલ્હી સુધી માલવાહક ટ્રેનોના આવાગમનના કારણે વારંવાર બંધ થતા ફાટકથી નાગરિકોને મુશ્કેલી ન પડે અને સમયની સાથે ઈંધણની પણ બચત થાય તે માટે આ ઓવરબ્રીજ ઉપયોગી નિવડશે. અને ફાટકમુક્ત ગુજરાત અભિયાન અંતર્ગત આવનારા સમયમાં સમગ્ર રાજ્યમાં ૨૦૦થી વધુ ઓવરબ્રીજનું નિર્માણ કરવામાં આવશે. ભૂતકાળના સમયમાં કનેક્ટીવિટીના અભાવે ધંધા-રોજગારનો પણ વિકાસ થઈ શકતો નહોતો. જિલ્લા, તાલુકા અને ગામે-ગામ રોડ કનેક્ટીવિટી તથા સુલભ ટ્રેન અને એર કનેક્ટીવિટીના કારણે ઉદ્યોગ ધંધાનો વિકાસ થયો છે. સાથે જ ખેડૂતોને પણ સારી રોડ કનેક્ટીવિટી મળવાના કારણે ખેતપેદાશોના વેચાણ સહિતની સગવડો ઉપલબ્ધ બની છે. નવીન રસ્તાઓ બનાવવા ઉપરાંત વરસાદની પેટર્ન બદલાંતા ધોવાઈ ગયેલા રસ્તાઓના સમારકામ માટે સૌપ્રથમવાર નવી ટેક્નોલોજીનો ઉપયોગ કરી વોટ્સએપના માધ્યમથી ફરિયાદો મંગાવી ગણતરીના દિવસોમાં ખાડા પૂરવા ખાસ ઝુંબેશ ચલાવી નાગરિકોની મુશ્કેલીઓ દૂર કરવામાં સફળતા મેળવી હતી. રાજ્યના ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને કનેક્ટીવિટીને સુદ્રઢ કરવાની નેમ સાથે માર્ગ અને મકાન મંત્રીએ ઉમેર્યું કે, આવનારા સમયમાં માર્ગ અને મકાન વિભાગ દ્વારા વરસાદના કારણે વિખુટા પડી જતા હોય તેવા ૨૯૫ જેટલા ગામોમાં કોઝ-વે વિયર, આઝાદીકા અમૃત મહોત્સવ અંતર્ગત ડામરનો રસ્તો ન હોય તેવા ૪૧૪ ગામોમાં આઝાદી બાદ પ્રથમવાર પાકા રસ્તા બનાવવામાં આવશે. બાળકોને ભણવા માટે હોડી-તરાપાનો ઉપયોગ કરવો પડતો હોય તેવા ૨૦૦ પોઈન્ટ પર સ્ટ્રક્ચર ઉભા કરાશે. વધુમાં, ૧૮ નવી એરસ્ટ્રીપ થકી એર કનેક્ટીવિટી અને ભીલાડ ચેકપોસ્ટથી નારાયણ સરોવર સુધી ૧૦ મીટરનો કોસ્ટલ હાઈવે પણ બનાવવા બજેટમાં જાેગવાઈ કરવામાં આવી છે. સ્ટેચ્યુ ઑફ યુનિટીની આસપાસ તથા સાપુતારા અને દાહોદ સુધી બનનારા ફોરલેન રસ્તાથી વિદેશી સહેલાણીઓની વધતી સંખ્યાના કારણે પ્રવાસન ક્ષેત્રનો પણ વિકાસ થશે તેમ પ્રવાસન મંત્રી પૂર્ણેશભાઈ મોદીએ જણાવ્યું હતું. આ વિસ્તારના લોકોની વર્ષો જૂની માંગણી સ્વિકારી રાજ્ય સરકાર દ્વારા મંજૂર કરવામાં આવેલા નવા રેલવે ઓવરબ્રીજનું આજે લોકાર્પણ કરવામાં આવ્યું છે. ભૂતકાળમાં સિંગલ પટ્ટીના રોડના કારણે વાહનચાલકોને પડતી મુશ્કેલી અને અકસ્માતના ભયને દૂર કરવા રાજ્ય સરકારે રસ્તાઓને સિક્સ લેન સુધી વિસ્તારી પ્રધાનમંત્રીની લોકકલ્યાણની નેમ સાથે કંડારેલા પ્રગતિપથ પર સલામતી સાથે વિકાસની વિભાવના સાર્થક કરી છે. આ પ્રસંગે જી.આઈ.ડી.સી.ના પૂર્વ ચેરમેન બલવંતસિંહ રાજપૂતે વારંવાર ફાટક બંધ થતાં સિદ્ધપુર વિસ્તારના લોકોને પડતી અગવડ, લોકમાંગણી અને રાજ્ય સરકાર દ્વારા ત્વરિત મંજૂરી સહિતની બાબતોનો ઉલ્લેખ કરી નવીન બ્રીજની ભેટ બદલ નાગરિકોને અભિનંદન પાઠવ્યા હતા.હાલના એલ.સી. નં. ૧૯૧ રેલવે રૂટ પર સિંગલ ટ્રેક પર માલવાહક ટ્રેન ઉપરાંત આવનારા સમયમાં વધુ ૦૨ માલવાહક અને ૦૧ પેસેન્જર ટ્રેન ટ્રેકના કારણે ઉભા થનાર પરિવહન અવરોધને ધ્યાને લઈ લાલપુર, બીલીયા અને કહોડા સહિતના ગામોને રાજ્ય ધોરિમાર્ગ ૪૧થી જાેડતાં રૂ.૪૪.૪૦ કરોડના ખર્ચે નવનિર્મિત રેલવે ઓવરબ્રીજથી આ વિસ્તારમાં પરિવહનની સુવિધા વધુ સુગમ, સલામત અને સરળ બનશે.


