ગુજરાત વિધાનસભા સામાન્ય ચૂંટણી ૨૦૨૨ સંદર્ભે અવસર લોકશાહીના કેમ્પેઇન અંતર્ગત સમાજનાં વિવિધ વર્ગોનાં લોકો, સ્થળાંતરિત મતદારો તથા વંચિત મતદારોની ભાગીદારીથી ઉચ્ચ મતદાન થાય તથા વધુને વધુ લોકોમાં મતદાન જાગૃતિ આવે તે હેતુ થી અવસર રથ દ્વારા સમગ્ર જિલ્લામાં લોકોને મતદાન કરવા અંગે જાગૃત કરી જાણકારી આપવામાં આવી રહી છે.
જે અંતર્ગત આજરોજ જામનગર ગ્રામ્યની ૭૭ વિધાનસભા બેઠકના બેડી વિસ્તાર, ઢીંચડા, નાઘેડી, ગોરધનપર, સરમત, મોટી ખાવડી, સાપર સહિતના ગામો તથા બેઠકના તમામ મત વિસ્તારો ખાતે “અવસર રથ” દ્વારા લોકોને મતદાન કરવા અપીલ કરી મતદાન પ્રત્યે જાગૃત કરાયાં હતા.
