ગાંધીનગર
ય્ીસ્ પોર્ટલ દ્વારા મહિલાઓને ર્સ્વનિભર અને સશક્ત બનાવવા હેતુ અને રોજગાર પ્રદાન કરવા ભાજપે શ્રી કમલમ ખાતે મહિલા મોરચાના પ્રદેશ અધ્યક્ષ ડૉ. દિપીકાબેન સરડવાની અધ્યક્ષતામાં એક વર્કશોપ યોજવામાં આવ્યો હતો. વર્કશોપમાં રાષ્ટ્રીય ય્ીસ્ પોર્ટલ સંયોજક ઉષાબેન બાજપાઈ, રાષ્ટ્રીય મ.મો. ઉપાધ્યક્ષ જ્યોતિબેન પંડ્યા, રાષ્ટ્રીય મ.મો. કારોબારી સભ્ય માધવીબેન ભુટ્ટા, પ્રદેશ ઉપાધ્યક્ષ, પ્રદેશ મ.મો. પ્રભારી ગોરધનભાઈ ઝડફીયા તેમજ ય્ીસ્ પોર્ટલ ગુજરાત પ્રદેશ સંયોજક તૃપ્તિબેન વ્યાસ તથા નિપાબેન પટેલ ઉપસ્થિત હતા. રાષ્ટ્રીય ય્ીદ્બ પોર્ટલ સંયોજક ઉષાબેન બાજપાઈ એ જણાવ્યું કે બહેનોને સ્વાવલંબી અને આર્ત્મનિભર બનાવવા ખૂબ જરૂરી છે. આ ઉપરાંત તેમણે ય્ીદ્બ પોર્ટલ અંગે બારીકાઈથી માહિતી આપી. ડો દિપીકાબેન સરડવા એ ય્ીસ્ પોર્ટલ અંગે સંગઠનના તથા વિવિધ નાના ગૃહ ઉદ્યોગ કરતી બહેનોને જણાવ્યું કે, મહિલા સશક્તિકરણ અને મહિલા આર્ત્મનિભર માટે ડિજિટલ માધ્યમથી ખૂબ સરળતાથી ભારતવર્ષનાં માર્કેટમાં મહિલાઓની ભાગીદારી માટે ય્ીદ્બ પોર્ટલમાં મહિલાઓને સંપૂર્ણ ભારતનું માર્કેટ ઘરે બેઠા મળી રહે એ માટેનો ખુબ સુંદર પ્રયાસ છે. ય્ીદ્બ પોર્ટલ ના માધ્યમથી મહિલાઓ ઓછી મહેનતે પરિવારને આર્થિક મદદરૂપ થઈ શકશે. બહેનો માટે આત્મ ર્નિભર બનાવવા આ એક ડિજિટલ પહેલ છે. આ વર્કશોપમાં પબીબેન રબારી આર્ત્મનિભર ગુજરાતના જીવંત ઉદાહરણરૂપ હાજર રહી બહેનોને પોતાના આત્મવિશ્વાસ ને કેમ ટકાવી રાખવો. તેઓ મક્કમતાથી આગળ વધવા પ્રેરણા રૂપ સફળતાના પગલાં કેવી રીતે ચડ્યા તે અંગે માહિતી આપી. પબીબેન રબારી માત્ર ચાર ધોરણ ભણેલ હોવા છતાં આજે પબીબેન ડોટ કોમ ના માધ્યમથી ડિજિટલ માર્કેટમાં ખૂબ સારો વ્યાપાર કરે છે. ય્ીસ્ પોર્ટલના માધ્યમથી બહેનોને પોતાની બનાવેલી વસ્તુ, ગૃહ ઉદ્યોગ માર્કેટિંગ અને આર્ત્મનિભર થવામાં મદદ મળશે તેમજ આ પોર્ટલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સ્વપ્ન ડિજિટલ ઇન્ડિયાનું સ્વપ્ન સાકાર કરશે.


