Gujarat

મહિલા આત્મનિર્ભરતાનું પ્રતિક બનતું અમરેલીના વિઠ્ઠલપુરનું ‘દિવ્ય જ્યોત’ સખી’ મંડળ SBI RSETIની તાલીમ દ્વારા હસ્તકલાના ઉત્પાદનો દ્વારા આજીવિકા મેળવતી મહિલાઓ  

ગિરગઢડા. ભરત ગંગદેવ

 

  અમરેલીના આંગણે યોજાયેલો પ્રાદેશિક સખી મેળો ‘આત્મનિર્ભરતા’નું પ્રતિક બની રહ્યો છે. આ મેળામાં પ્રત્યેક સખી મંડળો અને સ્વસહાય જૂથોની સફળતા અથવા તો શરુઆતની  વાત પ્રેરક છે. જિલ્લાના વિઠ્ઠલપુર ગામનું ‘દિવ્ય જ્યોત’ સખી મંડળ પણ મહિલા આત્મનિર્ભરતાના સંકલ્પ સાથે હસ્તકલાનાં ઉત્પાદનોનો તૈયાર કરી અને વેચાણ કરી રહ્યું છે. પ્રાદેશિક સખી મેળામાં પહેલીવાર ભાગ લઈ રહેલા આ સખી મંડળમાં દસ બહેનો કામ કરી છે. હાથ બનાવટથી ઝૂલા, ફૂલદાની, ટેડીબેર સ્ટેન્ડ વગેરે જેવાં ઉત્પાદનો બનાવે છે. મહિલાઓને આ ઉત્પાદનને તૈયાર કરવા માટે SBI RSETI દ્વારા તાલીમ પણ આપવામાં આવી છે.

            સખી મંડળ વિશે માહિતી આપતા આ મંડળના અંજલિબહેન વાઘેલા જણાવે છે કે, અમે છેલ્લા દોઢ વર્ષથી આ સખી મંડળની શરુઆત કરી છે. અમારો ધ્યેય આત્મનિર્ભર થવાનો છે. સખી મંડળોને સરકાર દ્વારા સહાય મળે છે તેની અમને જાણ છે પરંતુ હજુ સુધી સહાય કે ભંડોળ લીધા વગર જ અમે ઉત્પાદનોનાં વેચાણના આધારે આગળ વધી રહ્યા છીએ, અને ખરાં અર્થમાં આત્મ નિર્ભર બની અન્ય જરુરતમંદ હોય એવા સખી મંડળને એ મદદ મળી રહે તેવી અમારા મંડળની બહેનોની નેમ છે. મંડળની બહેનો દ્વારા દોઢસો રૂપિયાથી લઈને સાડા ત્રણ – ચાર હજાર રૂપિયા સુધીની ચીજો બનાવવામાં આવે છે.  અમરેલીનો આ પ્રાદેશિક સખી મેળો અમારા ઉત્પાદનોને બજાર સુધી લઈ જવામાં મહત્ત્વનો ભાગ ભજવી રહ્યો છે.

           દિવ્ય જ્યોત આજીવિકા મંડળ દ્વારા તૈયાર કરવામાં આવેલા ઉત્પાદનો ધારી, અમદાવાદ, બરવાળા, વગેરે સ્થળોએ વેચાયા છે. આ મહિલાઓ અગાઉથી મળતા ઓર્ડરના આધારે તેમના ઉત્પાદનો તૈયાર કરી અને વેચે છે. આ સખી મંડળ આગામી દિવસોમાં પ્રગતિ કરવા માટે કટિબદ્ધ છે. પ્રાદેશિક સખી મેળાના માધ્યમથી સખી મંડળના બહેનોના હસ્ત કૌશલ્યને વધુ વિકસવાની તક મળી છે અને તેમની તથા તેમના પરિવારનાં આર્થિક ઉન્નતિના દ્વાર ખૂલ્યા છે.

DIVYA-JYOT-SAKHI-MANDAL.JPG

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *