Gujarat

મહિલા દિવ્યાંગ વ્યવસાયિક પુનર્વાસ કેન્દ્ર, વડોદરા

ખાતે દિવ્યાંગ મહિલાઓએ તાલીમ માટે સંપર્ક સાધવા અનુરોધ
છોટાઉદેપુર: તા. ૧૧: ભારત સરકારના શ્રમ અને રોજગાર મંત્રાલય (ડી.જી.ઈ.ટી.) દ્વારા ચાલતા મહિલા વિકલાંગ વ્યાવસાયિક પુનર્વાસ કેન્દ્ર ઠક્કર બાપા હોસ્ટેલ પરિસર, પેંશનપુરા, નિઝામપુરા રોડ, વડોદરા ખાતે મહિલા વિકલાંગ કે જેની અપંગતા ૪૦% કે તેથી વધુ હોય તેવી અસ્થિ વિષયક, બહેરી મૂંગી, અલ્પ અંધ, અંધ, હોય તેવી 15 થી 50 વર્ષ વચ્ચેની બહેનો કેન્દ્રમાં સિવણ અને કોમ્પ્યુટરના તાલીમ વર્ગો નિ:શુલ્ક ચાલે છે. કેન્દ્રમાં ચાલતા સિવણ અને કોમ્પ્યુટરના તાલીમાર્થીયોને ભારત સરકાર તરફથી સમય સમય પ્રમાણે નિયમઅનુસાર શિષ્યવૃત્તિ નો લાભ પણ મેળવી શકે છે. તાલીમ માટે ઇચ્છુક વિકલાંગ બહેનોએ ( શનિ-રવિ તેમજ જાહેર રજાના દિવસો સિવાય) કામકાજના દિવસો દરમિયાન સવારે ૧૦:૦૦ થી ૧:૦૦ સુધીમાં કેન્દ્રનો સંપર્ક કરવો સંપર્ક નં.-0265-2782857, 09913717126 ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *