રાજ્યમાં નારીવંદન ઉત્સવ કાર્યક્રમની ઉજવણી થઈ રહી છે. જે અંતર્ગત તા.૪ ઓગસ્ટના રોજ યોજાનાર રાજય કક્ષાના કાર્યક્રમ મહિલા નેતૃ્ત્વ દિવસની ઉજવણી મહિલા અને બાળ કલ્યાણ મંત્રી શ્રીમતી મનીષાબેન વકીલ, પશુપાલન અને ગૈાસંવર્ધન રાજયમંત્રીશ્રી દેવાભાઈ માલમની પ્રેરક ઉપસ્થિતિમાં જૂનાગઢના શામળદાસ ગાંધી ટાઉન હોલ ખાતે યોજાશે.
