|
રિપોર્ટર.મકસુદ કારીગર,કઠલાલ
મહુધા તાલુકાની છલા અમરસિંહ ની મુવાડી પ્રાથમિક શાળા ખાતે 42 માં શાળા સ્થાપના દિનની ઉજવણી કરવામાં આવી.આ પ્રસંગે પે સેન્ટર શાળાના આચાર્ય,શાળાના મુખ્ય શિક્ષક મહેશભાઈ મહેતા,સી.આર.સી તથા એસએમસી સભ્યો અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી કેક કાપી શાળા સ્થાપના દિનની ઉજવણી કરી હતી.કાર્યક્રમનું સંચાલન મહેશકુમાર મહેતાએ અને આભાર વિધિ અશ્વિનભાઈ પટેલે કરી હતી તેમજ ઉંદરા પ્રાથમિક શાળાના શિક્ષક દિનેશભાઈ પટેલ દ્વારા ભોજન ની વ્યવસ્થા કરવામાં આવી હતી.
4 Attachments
|
|
|


