Gujarat

મહેમદાવાદમાં યુવાન પર આડાસંબંધના માનસિક ત્રાસ આપતા આપઘાત કર્યો

નડિયાદ

મહેમદાવાદ શહેરના સરકારી ગોડાઉન પાસે રહેતા ૫૨ વર્ષિય કાન્તાબેન વિઠ્ઠલભાઈના ૨૦ વર્ષિય પુત્ર નરેન્દ્રએ ગત ૬ માર્ચના રોજ પોતાના ઘરે આપઘાત કર્યો હતો. નરેન્દ્ર પોતે ઘરે એકલો હતો અને એ સમયે તેણે પોતાના ઘરના મોભમાં દોરડા વડે ગળાફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું છે. બજારમાંથી શાકભાજી લઇને આવેલા કાન્તાબેને પોતાના મકાનનો દરવાજાે અર્ધ ખુલ્લો જાેયો હતો અને એ બાદ અંદર આવતા દીકરો નરેન્દ્ર મોભ સાથે લટકતો હતો. ફટાફટ કાન્તાબેન તથા આસપાસના લોકો નરેન્દ્રને સારવાર અર્થે હોસ્પિટલમાં લઈ ગયા હતા. જ્યાં તબીબે નરેન્દ્રને મૃત જાહેર કર્યો હતો. પોસ્ટમોર્ટમ કરાયા બાદ આજે આ સમગ્ર મામલે પોલીસ ફરિયાદ થઇ ર્છ મૃતક નરેન્દ્ર છેલ્લા થોડા દિવસોથી માનસિક તણાવમાં હતો. પડોશમા રહેતા અને એક જ જ્ઞાતિ ધરાવતા સુરેશભાઈ મનુભાઈ વાઘેલા તથા તેમના જમાઈ વિક્રમભાઈ ઘેલાભાઈ વાઘેલા અને વિક્રમનો સગોભાઈ મનીષ તથા દિલીપ બબાભાઈએ ભેગા મળી નરેન્દ્રને મરવા માટે ત્રાસ આપ્યો હતો. આ ચારેય લોકોએ વિક્રમ વાઘેલાની પત્ની સાથે નરેન્દ્રને આડો સંબંધ હોવાનો ખોટો વહેમ રાખ્યો હતો અને આ બાબતે અવારનવાર કાન્તાબેન તથા નરેન્દ્ર સાથે ઝઘડો પણ કરતા હતા. જાે કે નરેન્દ્ર પોતે આવુ કંઈ નથી તેમ ઉપરોક્ત તમામને સમજાવતો પણ આ લોકો વારંવાર ઝઘડો કરતા જેથી મૃતક ઘણો ડીપ્રેશનમાં આવી ગયો હતો. વાત આટલેથી નહી અટકતાં ઉપરોક્ત ચારેય લોકોએ આ?? મામલે સમાધાન માટે સવા લાખ રૂપિયાની પણ માંગણી પણ કરી હતી. આથી નરેન્દ્ર વધુ માનસિક તણાવમાં સરી પડ્યો અને આ ત્રાસ સહન ન થતાં તેણે આત્મહત્યાનુ પગલુ ભર્યુ હોવાનું કાન્તાબેને પોતાની ફરિયાદમાં જણાવ્યું છે. આ બનાવ સંદર્ભે મહેમદાવાદ પોલીસે ઉપરોક્ત સુરેશભાઈ મનુભાઈ વાઘેલા તથા તેમના જમાઈ વિક્રમભાઈ ઘેલાભાઈ વાઘેલા અને વિક્રમનો સગોભાઈ મનીષ તથા દિલીપ બબાભાઈ સામે આઈપીસી ૩૦૬, ૧૪૪ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી દીધી છે.મહેમદાવાદમાં પરિણીતા સાથે આડા સંબંધની ખોટી તકરારમાં એક યુવાન પર શારીરિક-માનસિક ત્રાસ આપતાં આ યુવાને અંતે કંટાળીને ગળાફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું છે. યુવાને આપઘાત કરતાં ૪ વ્યક્તિઓ સામે દુષ્પ્રેરણનો ગુનો નોંધાયો છે. મહેમદાવાદ પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી દીધી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *