કલાત્મક આકર્ષક ફ્લોટ્સ સાથે ભવ્ય શોભાયાત્રા નિકળશે.
માંગરોળમાં વિશ્વ હિન્દુ પરિષદ.બજરંગ દળ તેમજ શ્રીરામ ધુન મંડળ દ્વારા આગામી તારીખ ૧૦૪૨૦૨૨ રવિવારના રોજ સમગ્ર હિન્દુ સમાજ ના આરાધ્યદેવ પ્રભુશ્રી રામ ના પ્રાગટ્યોત્સવ શ્રીરામ નવમી ની ધામધૂમ થી ઉજવણી કરવા ભવ્ય શોભાયાત્રાનુ આયોજન કરેલ છે.
પ્રભુ શ્રીરામે અસુરી શકિતરુપી રાવણ અને રાક્ષસોનો વધ કરી રામરાજ્ય ની સ્થાપના કરેલ. વિશ્વમાં ફરી રામરાજ્યની સ્થાપના થાય તેવી પુર્ણ શ્રધ્ધા અને આરાધના સાથે શોભાયાત્રાનુ શ્રીરામ નવમીના દિવસે બપોરે ૪.૩૦ કલાકે હરીકીર્તનાલય શ્રીરામ ધુન મંડળ બહારકોટથી પ્રસ્થાન કરી શહેર ના મુખ્યમાર્ગો ઉપરથી નિકળશે તેમાં શ્રીરામ પરાયણ સમિતિ તથા શ્રોતાઓ પોથી સાથે જોડાશે. આ શોભાયાત્રામાં હિન્દુ સમાજ તેમજ વિવિધ સંગઠનો દ્વારા તૈયાર કરવામાં આવેલ અંદાજે ૨૫ જેટલા કલાત્મક અને આકર્ષક ફ્લોટ્સ (ઝાંખીઓ) સાથે કેસરીયા સાફા માં સજ્જ શ્રીરામ ભક્તો પ્રભુશ્રી રામનાં નારાઓ સાથે ઉમટી પડશે.
શ્રીરામ પ્રાગટ્યોત્સવની ભવ્ય દિવ્ય ઉજવણી માટે સમાજના આગેવાનો વેપારીઓ અને ધર્મ પ્રેમી ભાઇઓ બહેનો વડીલો રામનવમીના દિવસે પોતાના ધંધા રોજગાર બંધ રાખી શોભાયાત્રામાં જોડાશે. પ્રભુ શ્રીરામ લલ્લાનાં પ્રાગટ્યોત્સવની ભવ્ય ઉજવણી માટે દરેક જ્ઞાતિ મંડળો, ધાર્મીક સામાજીક સેવાકીય સંસ્થાઓ સંગઠનો, ધુન મંડળો સહીત વિવિધ વેપારી એસોસિએશનોને દર વર્ષની જેમ આ વર્ષ પણ આકર્ષક ફ્લોટ્સ સાથે તન મન ધન થી સહભાગી થવા માંગરોળ વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળના તેમજ શ્રીરામ ધૂન મંડળ ના આગેવાનો દ્વારા આહવાન કરવામાં આવેલ છે.
રીપોર્ટર, વિનુભાઈ મેસવાણિયા માંગરોળ,


