Gujarat

માંગરોળ હુસેનાબાદ નદી પાસે ટ્રક અને બાઈક વચ્ચે અકસ્માત બાઈક સવાર શેપાના પિતાપુત્ર ઈજાગ્રસ્ત,, 

માંગરોળ,,,
 માંગરોળના વેરાવળ રોડ પર આવેલા હુસેનાબાદ નદી પાસે  બાઈક અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો જેમાં બાઈક પર સવાર શેપા ગામના પિતાપુત્ર  ઈજાગ્રસ્ત થયા છે.
માંગરોળ નજીકના હુસેનાબાદ નદી પાસે  જી જે ૨૫ યુ ૮૧૮૨   ટ્રક માંગરોળ થી વેરાવળ રોડ તરફ જઇ રહ્યો હતો જ્યારે બાઈક નંબર જી જે ૧૧ સી એ ૮૩૮૪ વળાંક પર આવતા ટ્રક ની ઠોકરે બાઈક આવી હતી બાઈક પર સવાર શેપા ના પિતા પુત્ર  હનીફ યુસુફ કાલવાત (ઉ.વ.૩૮)  અને હમઝા હનીફ કાલવાત ઉ.વ.૧૦ ને પગના ભાગે ગંભીર ઇજા પહોંચી હતી જેમને તાત્કાલિક ૧૦૮ માફરતે માંગરોળ સિવિલ હોસ્પિટલમાં લઈ આવવામાં આવ્યા હતા જ્યાંથી જેને વધુ સારવાર માટે જૂનાગઢ હોસ્પિટલ ખાતે રીફર કરાયા છે..
રીપોર્ટર, વિનુભાઈ મેસવાણિયા માંગરોળ

IMG-20220430-WA0139.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *