માંગરોળ ના જેતખમ વાડી વિસ્તારમા વરામ વાળા ટી.સી.માંથી વિજળી સપ્લાય માટેની નીકળેલ વિજ વાયરની લાઈનો ખેતરોમાં નમી પડતાં ખેડૂતોની જાનનું જોખમ સર્જાયેલ છે. અનેક વાર મૌખિક અને લેખિત રજુઆતો છતાં PGVCL ના કોઈ અધિકારીઓ કે કર્મચારીઓ ધ્યાન આપતા ના હોવાની ફરિયાદો ઉઠી છે. થોડા વર્ષો પહેલાં આવી રીતેજ જમીન ઉપર નમી પડેલા વીજવાયર નો કરંટ લાગતાં એક ખેડૂત પુત્ર નું મૃત્યુ થયું હતું ફરી વાર આવો બનાવ બને તેની જાણે કે PGVCL દ્વારા રાહ જોવાતી હોય તેવું જણાય રહયું છે. આ વિજવાયરો ખેંચીને ઉંચા કરવા માટે ત્યાના ખેડૂતોએ અનેક વાર PGVCLમા લેખિત અને મૌખિક ફરિયાદો કરેલ છે પણ કુંભકર્ણ ની નિંદ્રા મા આરામ ફરમાવતા માંગરોળ PGVCL ના જવાબદારો દ્વારા ગંભીરતા દાખવવામા આવતી નથી જેને લઈ ને આ ચોમાસાની સિઝન મા ત્યાના સ્થાનિક ખેડૂતોની જીવ જોખમમાં મૂકાયા છે.
ઘોર નિંદ્રા મા સૂતેલા PGVCL ને જાગવાની જરૂર છે નહીંતર અહીં જાનહાની સર્જાવાની સંભાવના છે હોય, આ વિસ્તાર તેમજ બીજા અન્ય વિસ્તાર કે જયાં વિજ વાયરો ઢળી પડ્યા હોય કે નીચે નમી ગયા હોય તેને ખેંચી અને વ્યવસ્થિત કરવાની લોકમાંગ ઉઠી છે..
રીપોર્ટર, વિનુભાઈ મેસવાણિયા માંગરોળ

