Gujarat

માણકા ગામેથી આરોપીના રહેણાક મકાનમાંથી કિ રુ ૨૬,૨૫૦/- નો ભારતીય બનાવટનો વિદેશી દારુ પકડી પાડતી કવાંટ પોલીસ

ધર્મેન્દ્ર શર્મા પોલીસ અધિક્ષક છોટાઉદેપુર નાઓની સુચના તથા એ.વી કાટકડ નાયબ પોલીસ અધિક્ષક છોટાઉદેપુર ડીવીઝન નાઓના માર્ગદર્શન હેઠળ તથા સર્કલ પોલીસ ઈન્સ્પેકટરશ્રી ડી જે.પટેલ નાઓના સંકલનમાં રહી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોહી પ્રવ્રુતી નેસ્તનાબુદ કરવા તથા દારુબંધીના કાયદાની કડક અમલવારી થાય તે સારુ સી.એમ ગામીત પો.સ.ઈ કવાંટ પોલીસ સ્ટેશન નાઓ તથા સ્ટાફના માણસોને કવાંટ પો સ્ટે વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમ્યાન બાતમી હકીકત આધારે માણકા ગામે ખુદામાળ ફળીયામાં રહેતા દમીયાભાઈ હેવટીયાભાઈ ભીલ નાઓ પોતાના ઘરે ચોરી છુપીથી ઈગ્લીશ દારુ લાવી વેચાણ કરે છે જે મળેલ બાતમી હકીકતના આધારે સદરી ઈસમના ઘરે જઈ પ્રોહી અંગે રેઈડ કરતા તેના ઘરે સદરીનાઓ પોતાના ઘરે મળી આવેલ હોય તેના ઘરમાં ઝડતી તપાસ કરતા તેના ઘરમાથી ભારતીય બનાવટના વિદેશી દારુની બોટલ નંગ ૫૦ કિ.રુ ૨૬,૨૫૦/- નો પ્રોહી મુદામાલ મળી આવતા સદરી ઈસમ વિરુધ્ધમાં ગુનો રજી કરી આગળની તપાસ હાથધરવામાં આવેલ છે. આમ કવાંટ પોલીસ સ્ટેશનના સ્ટાફને પ્રોહીબિશનનો ગણનાપાત્ર કેસ શોધી કાઢવામાં સફળતા મળેલ છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

Screenshot_20220308-203332_1.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *