વિશ્વ સ્તનપાન સપ્તાહ (૧ થી ૭ ઓગસ્ટ ૨૦૨૨) દરમિયાન જૂનાગઢ જિલ્લાના વંથલી ઘટકના શાપુર ગામે ઉજવણી કરવામાં આવી હતી. જેમાં પ્રોગ્રામ ઓફિસરશ્રી, સીડીપીઓશ્રી, મુખ્ય સેવિકા સહિતના દ્વારા વિશ્વ સ્તનપાન સપ્તાહ વિશે લાભાર્થીઓ સગર્ભા, ધાત્રી, બાળકોના વાલીને સ્તનપાનના વિશે માર્ગદર્શન આપી કહ્યું કે, “માતાનું દૂધ એ અમૃત સમાન છે” બાળકના જન્મના પ્રથમ કલાકમાં જ માતાનું પહેલું દૂધ આપવું જરૂરી છે. જે બાળકની રોગપ્રતિકારક શક્તિ વધારે છે. આંગણવાડીમાં આપવામાં આવતા માતૃ શક્તિ પેકેટમાં ભરપુર પોષણ હોય તેનો સગર્ભા માતા તથા ધાત્રી માતાએ રોજીંદા ખોરાકમાં તેનો ઉપયોગ કરવો જોઇએ. તેમાંથી બનતી વિવિધ વાનગીઓનું વાનગી નિદર્શન કરવામાં આવ્યું હતું. સ્તનપાન સમર્થનની પ્રતિજ્ઞા તમામ લાભાર્થીઓને લેવડાવવામાં આવી હતી. તે ઉપરાંત લાભાર્થીઓ માટે ક્વિઝનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. આંગણવાડી વર્કર અને હેલ્પર દ્વારા વિશ્વ સ્તનપાન સપ્તાહની રંગોળી બનાવવામાં આવી હતી.
