Gujarat

મોડાસા ખાતે ૧૧૧ ફૂટ લાંબા રાષ્ટ્રધ્વજને લઈને વિદ્યાર્થીઓએ તિરંગા યાત્રા યોજી

અરવલ્લી
ભારત દેશ આઝાદ થયા તેને ૭૫ વર્ષ પૂર્ણ થતાં દેશના તમામ રાજ્યમાં આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત વિવિધ રાષ્ટ્રીય કાર્યક્રમ યોજાય છે. ત્યારે મોડાસા ખાતે ગવર્નમેન્ટ એન્જીનીયરિંગ કોલેજ અને સરકારી આઈટીઆઈના ૫૦૦ વિદ્યાર્થીઓ દ્વારા હાથમાં ધ્વજ રાખી તિરંગા યાત્રા કાઢવામાં આવી હતી. આ તિરંગા યાત્રામાં વિદ્યાર્થીઓ દ્વારા ૧૧૧ ફૂટનો રાષ્ટ્રધ્વજ આકર્ષણનું કેન્દ્ર રહ્યું હતું. વિદ્યાર્થીઓ દ્વારા ‘ભારત માતા કી જય’ અને ‘વંદે માતરમ’ ના નારા લગાવવામાં આવ્યા હતા. મોડાસાના અલગ-અલગ વિસ્તારમાં યાત્રા ફરી હતી અને મોડાસા મહાલક્ષ્મી ટાઉનહોલ ખાતે યાત્રાનું સમાપન થયું હતું. સમગ્ર મોડાસા શહેર દેશભક્તિના રંગે રંગાયું હતું.

File-02-page-35.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *