Gujarat

મોડાસા BAPS મંદિર ખાતે ઉજવણીના ભાગરૂપે પ્રમુખ વંદના ડાયરો યોજાયો

અરવલ્લી
હાલ ભગવાન સ્વામિનારાયણના પ્રખર અને બ્રહ્નલીન પ્રમુખ સ્વામીની જન્મ શતાબ્દીની ઉજવણી ઠેર ઠેર થઈ રહી છે. ત્યારે મોડાસા ખાતે પણ ઉજવણીના ભાગરૂપે પ્રમુખ વંદના ડાયરો યોજાયો હતો. મોડાસા ખાતે બીએપીએસ સંપ્રદાયના પ્રમુખ સ્વામીનું બાયપાસ રોડ પર ભવ્ય મંદિર આવેલું છે. આ મંદિરે પ્રમુખ સ્વામી જન્મ શતાબ્દી નિમિત્તે સ્વામિનારાયણ સંપ્રદાયના પ્રખર સત્સંગી અને કલાકાર એવા ર્નિમલદાન ગઢવી દ્વારા પ્રમુખ વંદના લોક ડાયરો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં મોડાસા અને આસપાસના મોટી સંખ્યામાં હરિભક્તો જાેડાયા હતા. ર્નિમલદાન ગઢવીએ પ્રમુખ સ્વામીના આદર્શો અને તેમનું જીવન ચરિત્ર વિશે વિસ્તાર પૂર્વક ભક્તિરસ પીરસ્યો હતો. સમગ્ર દેશ અને વિદેશમાં પ્રમુખ સ્વામીની જન્મ શતાબ્દી મહોત્સવ ઉજવાઈ રહ્યો છે. ત્યારે ર્નિમલદાન ગઢવીએ પણ પ્રમુખ સ્વામીના જન્મ શતાબ્દી નિમિત્તે ૧૩૦૦ જેટલા બીએપીએસ મંદિરોમાં નિઃશુલ્ક ડાયરા કરવાનો સંકલ્પ લીધો છે. ત્યારે ખૂબ મોટી સંખ્યામાં હરિભક્તોએ ર્નિમલદાન ગઢવીના પ્રમુખ વંદના કાર્યક્રમમાં ભક્તિરસનો લાભ લીધો છે.

File-01-Page-29.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *