Gujarat

મોરબીમાં વૃદ્ધ સાથે હનીટ્રેપ મારફતે ૨૨ લાખ પડાવ્યાની ફરિયાદ

મોરબી
મોરબીના એક વૃદ્ધ પાસેથી ફ્લેટ ખરીદવાના નામે બે મહિલા ટોકન રૂપે ૫૦૦૦ રૂપિયા આપવા ગઇ હતી બાદ તેમની સાથે વાતચીત કરવાના બહાને પાસે બેસી ગઈ હતી, જે બાદ ત્રીજા સાગરીતે છૂપી રીતે તેમના ફોટા પાડી લીધા હતા. આ દરમિયાન બીજાે એક આરોપી ત્યાં આવી પહોંચ્યો હતો અને સાથે મળી વૃદ્ધને ધમકાવવા લાગ્યા હતા અને છાની રીતે પાડેલા ફોટો જાહેર કરી સમાજમાં બદનામ કરવાની ધમકી આપી તેમની જ કારમાં વૃદ્ધનું વાંકાનેર બાજુ અપહરણ કરીને લઈ ગયા હતા, જયાં વધુ એક આરોપીને બોલાવી સમાધાનના નામે એક કરોડની માંગણી કરી હતી, એટલું જ નહીં, પૈસા નહીં આપે તો મારી નાખવાની ધમકી આપી હતી, બાદમાં રૂ.૨૨ લાખ પડાવી લઈ ફરાર થઇ ગયા હતા. આરોપીઓએ રૂ ૨૨ લાખ લીધા બાદ પણ અવાર નવાર ધમકી આપતા અંતે બી ડિવિઝન પોલીસ મથકમાં ૨ મહિલા સહિત ૬ લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધાવાઇ હતી અને પોલીસે ફરિયાદના આધારે આગળની કાર્યવાહી આરંભી છે. મોરબીમાં અવારનવાર કોઈને કોઈ રીતે નિર્દોષ લોકોને ફસાવી તેમની પાસેથી રૂપિયા પડાવી લેવાની ઘટના બનતી રહે છે. સામાન્ય રીતે આવી ઘટના યુવાનો સાથે બનતી હોય છે જેમાં તેઓને યુવતીઓ દ્વારા ફોન કે વીડિયો કરી બોલાવવા અને બાદમાં ફોટા પાડી સમાજમાં બદનામ કરવાની ધમકી આપી રૂપિયા પડાવી લેવાતા હોય છે. જાે કે હવે આ ઘટનાના શિકાર વૃદ્ધ પણ બની રહ્યા છે. બનાવની મળતી માહિતી મુજબ મોરબી શહેરના ઉમિયા ચોક વિસ્તારમાં રહેતા રામજીભાઈ હરિભાઈ પારેચાને તેમનો મહેન્દ્રનગર નજીક ફ્લેટ વેચવાનો હોય જે અંગે ઠગ ટોળકીને જાણ થતાં તેઓએ કાવતરું રચી ગીતાબેન ઉર્ફે રીંકુબેન અંકિતભાઈ નાગલા અને ઉષાબેન પટેલ નામની બે મહિલા ફ્લેટના ટોકન પેટે રૂ.૫૦૦૦ આપવા પહોંચી હતી, જ્યાં વાતચીત ચાલી રહી હતી તે દરમિયાન અનિલ ઉર્ફે દેવા વિનુભાઈ રાવળ નામના શખ્સે ચોરી છૂપીથી ફોટા પાડી લીધા હતા. બીજી તરફ પ્રશાંત ઉર્ફે લાલો પ્રવીણભાઈ બારોટ, અનિલ ધસી આવ્યા હતા અને તેમણે ફોટા વાયરલ કરવાની ધમકી આપી હતી.બાદમાં કારમાં અપહરણ કર્યું હતું. અને વાંકાનેર તરફ લઈ ગયા હતા અને રૂ. એક કરોડની માંગણી કરી હતી. આટલું જ નહીં, આરોપીઓએ બળજબરીથી રૂ.૨૨ લાખ તો પડાવી લીધા હતા.બાદમાં પણ આ ઘટનાના સમાધાન નામે આરોપી પ્રશાંત ઉર્ફે લાલો પ્રવીણ બારોટ રાજકોટ બોલાવવા ધાક ધમકી આપતો હતો અને એક કરોડની માગણી ચાલુ રાખી હતી આથી કંટાળીને રામજીભાઇ પારેચાએ બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે ગુનો નોંધ્યો હતો.

After-demanding-Rs-1-crore-for-taking-photos-they-seized-Rs-22-lakh.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *