Gujarat

રાજકોટમાં અસિત વોરાનું પૂતળુ સળગાવવામાં આવ્યું

રાજકોટ
હેડક્લાર્કની પરીક્ષાનું પેપર લીક થયું હોવાની ઘટના સામે આવી હતી. જેમાં ગૌણ સેવા પસંદગી મંડળનાં અસિત વોરાની જ ગંભીર બેદરકારી હોવાની પણ ચર્ચાઓ ઉઠી હતી. જાેકે રાજ્ય સરકાર દ્વારા અસિત વોરા સામે આ અંગે કોઈ પણ કાર્યવાહી કરવામાં આવી નથી. જેને લઈને વિદ્યાર્થી સંગઠનોમાં ભારે નારાજગી જાેવા મળી રહી છે. ત્યારે આજરોજ શહેરનાં કાલાવડ રોડ આત્મિય યુનિવર્સિટીમાં દ્ગજીેંૈં દ્વારા અસિત વોરાનું પૂતળાદહન કરીને સરકાર વોરાને છાવરી રહી હોવાનો ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો હતો. દ્ગજીેંૈં શહેર પ્રમુખ નરેન્દ્ર સોલંકીએ જણાવ્યું હતું કે, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના અધ્યક્ષ અસિત વોરાનાં કાર્યકાળ દરમિયાન ૧૦થી વધુ સરકારી ભરતી અંગેના પેપર લીક થયા છે. હાલ રાજ્યમાં બેરોજગારી વધી રહી છે. ઘણા વિદ્યાર્થીઓ મોંઘાદાટ ક્લાસિસ કરી સરકારી ભરતી માટેની પરીક્ષાઓ આપી રહ્યા છે. પણ વારંવાર પેપર લીક થવાને કારણે તેમનો સમય ઉપરાંત રૂપિયા બરબાદ થઈ રહ્યા છે. આવા વિદ્યાર્થીઓ સાથે ઘોર અન્યાય થઈ રહ્યો છે. છતાં સરકાર અસિત વોરા સામે કોઈ કાર્યવાહી નહીં કરીને તેને છાવરી રહી છે વધુમાં તેમણે જણાવ્યું હતું કે, દ્ગજીેંૈં દ્વારા વિદ્યાર્થીઓનાં ભવિષ્ય સાથે ચેડાં કરતા અસિત વોરાનાં રાજીનામાની માગ કરવામાં આવી રહી છે. આ માટે જ વિવિધ સૂત્રોચ્ચાર સાથે અસિત વોરાનું પૂતળાદહન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ દ્વારા સરકારને કહેવા માંગીએ છીએ કે, આવા લોકોને તાત્કાલિક હોદ્દા પરથી દૂર કરી નિવૃત ૈંછજીની નિમણૂક થવી જાેઈએ. આથી સરકારી ભરતીઓ ન્યાયિક રીતે કરી તેમાં ભ્રષ્ટાચાર અટકાવી શકાય. જાે અસિત વોરાનું રાજીનામું નહીં લેવાય તો આગામી સમયમાં વધુ ઉગ્ર આંદોલન કરવાની તૈયારી પણ અમે દર્શાવી હતી.

BJP-burns-Congress-idols.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *