Gujarat

રાજકોટમાં પરિણીતાએ અપાતા ત્રાસથી થાકીને મહિલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી “આખો દિવસ ખાટલામાં પડી રહી હાથી જેવી જાડી થઇ ગઈ” કહી પરિણીતાને અપાતો હતો ત્રાસ, ફરિયાદ નોંધાવી

રાજકોટ
શારીરિક અને માનસિક ત્રાસ આપતા ઘણા કીસ્સ્સાઓ જાેવામાં આવે છે અને આવા કિસ્સાઓમાં પરિવારમાં કેટલીય અને આવી ખરાબ પરિસ્થિતિઓ વધી અને કયારે કઈ પરિસ્થિતિ મોટું સ્વરૂપ લે તેનો કોઈ સપને કોઈને ખ્યાલ આવ્યો નહિ આવ્યો હોય. રાજકોટ શહેરના નવાગામ આણંદપરમાં માવતરે રહેતી અને મૂળ કોટડાસાંગાણીના શિશક બંધીયા ગામની પરિણીતાએ મહિલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. જેમાં આરોપી તરીકે પતિ ચિરાગ, સસરા ગોરધનભાઈ ડાયાભાઇ મારૂ, સાસુ રસીલાબેન, દેર નરેશ, દેરાણી ગીતા અને મામાજીના પુત્ર મહેશ નાગજીભાઈ કાચાના નામ આપ્યા હતા. પરિણીતાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, પતિ તેમજ સાસરિયાઓ મને ‘તું આખો દિવસ ખાટલામાં પડી રહી, હવે હાથી જેવી જાડી થઇ ગઈ છો’ કહી શારીરિક અને માનસિક ત્રાસ આપતા હતા. તેના લગ્ન ૧૪ વર્ષ પહેલા ચિરાગ સાથે થયા હતા દરમ્યાન સંતાનમાં બે પુત્રી હોવાનું જણાવ્યું હતું. તેના દેરના લગ્ન બાદ દેરાણી સાથે રહેતા હતા અને અવારનવાર તેની સાથે કામ બાબતે ઝઘડા થતા હોય પતિ સહિતના સાસરિયાઓ મારકૂટ કરતા હોવાનો અને દેરાણીને ત્યાં પુત્રનો જન્મ થતા તેને સાસરિયાઓ સારી રીતે રાખતા હતા. મામાજીનો પુત્ર મહેશ કાચાએ મારા પતિને ચડામણી કરી હતી કે, તમારી પત્નીને કાઢી મુકો અમે દીકરીઓને સાચવી લેશું. આ વાત સાંભળીને પતિ સહિતનાઓએ મારકૂટ કરી હતી. આ ફરિયાદના આધારે મહિલા પોલીસ સ્ટેશનના એએસઆઈ જે.જે.માઢકે પતિ સહિતના સાસરિયાઓ સામે ગુનો નોંધી તેની ધરપકડ કરવાની કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *