Gujarat

રાજકોટમાં બાલાજી નમકીનના ટ્રકની અડફેટે ૧નું મોત

રાજકોટ
ગાંધીગ્રામના જીવંતિકાનગરમાં રહેતા મૃતકના પતિ કાંતિલાલભાઇ પરષોતમભાઇ મુલીયાણાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે,હું મારા પરીવાર સાથે રહું છું તથા રાજકોટ આઇ.ટી.આઇમાં પટ્ટાવાળા તરીકે સરકારી નોકરી કરુ છું. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, હું તથા મારા પત્ની મીનાબેન તથા મારા પૌત્ર-પૌત્રી દર્શીતાબ (ઉ.વ.૭) અને રુદ્ર (ઉ.વ.૫) મારા દીકરા વિશાલના રેસકોર્ષ પાર્કથી મારા ઘરે બાઇકમાં પરત જતા હતા. હું બાઇક ચલાવતો હતો તથા મારા પત્ની પાછળ બેઠા હતા તથા આગળ પૌત્ર રુદ્ર બેસેલ હતો તથા વચ્ચેના ભાગે દિકરી દર્શીતા બેસેલ હતી. વધુમાં તેમણે જણાવ્યું હતું કે,નવા ૧૫૦ ફુટ રિંગ રોડ ઉપર અટલ સરોવરની ગોળાઇના ભાગે આવેલ છે ત્યાથી પસાર થતી વખતે સામેથી એક મોટુ કન્ટેનર બાલાજી વેફર્સ લખેલુ પુર ઝડપે આવી મારી બાઇકને હડફેટે લેતા અમો બધા નીચે પડી ગયેલ જેમાં મારા પત્નીના મોઢા પરથી વ્હીલ ફરી વળતા તેનું ઘટનાસ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, બનાવથી રોડ પર માણસો ભેગા થઇ જતા કોઇએ ૧૦૮ને જાણ કરતા ઇએમટીએ તપાસીને મરણ ગયેલનુ જાહેર કર્યું હતું.આ અંગે કન્ટેનરના ચાલક સામે યુનિવર્સિટી પોલીસ મથકમાં ગુન્હો નોંધવામાં આવતા પીએસઆઈ એ.બી.વોરા સહિતના સ્ટાફે કાર્યવાહી કરી હતી.રાજકોટના નવા રીંગ રોડ પર અટલ સરોવર પાસે બાલાજી નમકીનના બેકાબૂ ટ્રકે બાઈકને ઠોકરે લેતા પતિની નજર સામે જ પત્નીનું મોત નિપજતા યુનિ. પોલીસે ટ્રક ચાલક સામે ગુનો નોંધી ધરપકડ કરવાની કાર્યવાહી હાથ ધરી છે.

Accident.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *