Gujarat

રાજકોટમાં બેકાબુ ટ્રકથી એકનું મોત તો બીજી તરફ વીજકરંટથી મહિલાનું મોત

રાજકોટ
એક સમયનું રંગીલુ રાજકોટ હાલ કોઈને કોઈ કારણ સર બ્રેકિંગ ન્યુઝમાં આવી જ જાય છે ત્યારે રાજકોટ શહેરના ૮૦ ફૂટ રોડ પર આદર્શ સિટીમાં રહેતા અરવિંદભાઈ ગાંડુભાઈ પાંભર (ઉં.વ.૫૩) એક્ટિવા લઈને નવા ૧૫૦ ફૂટ રિંગરોડ પર કણકોટ ચોકડી પાસે ઉભા હતા. દરમિયાન બેકાબૂ ટ્રકે ઠોકરે લઈ નાસી જતા તેને ગંભીર હાલતમાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા. પરંતુ તેનું મોત નીપજતા તાલુકા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં અરવિંદભાઈ વાવડીમાં કારખાનુ ચલાવતા હોય અને સંતાનમાં બે પુત્ર હોવાનું તેમજ તેનું એક્ટિવા લઈને ગયા હતા ત્યારે નવા ૧૫૦ ફૂટ રિંગરોડ પર એક્ટિવા પાર્ક કરીને ઉભા હતા. આ સમયે બનાવ બન્યો હોવાનું બહાર આવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. રેહાનાબેન રાતે ઘરે સુતી હતી ત્યાંરે પતિ સરફરાજ બહારગામ હોઇ રાતે સવા બારેક વાગ્યેે પતિએ તેને ફોન કરી પોતે થોડા કલાકમાં ઘરે પહોંચશે એવી વાત કરી હતી. એ પછી રાતે સાડા ત્રણે પતિ ઘરે આવ્યોક ત્યાકરે પત્નીં બેભાન મળી હતી અને તેની છાતી પર ટેબલ પંખો પડ્યો હોઇ પતિએ પંખાની સ્વીીચ બંધ કરી હતી અને પત્નીેને સિવિલ હોસ્પિતટલે ખસેડી હતી. પરંતુ તબીબે નિષ્પ્રા ણ જાહેર કરી હતી. ટેબલ પંખામાંથી વીજકરંટ લાગ્યાસનું જણાતાં તબીબે પોલીસને જાણ કરતાં હોસ્પિકટલ ચોકીના દેવરાજભાઇએ આજીડેમ પોલીસને જાણ કરી હતી. મૃત્યુ પામનારને સંતાનમાં એક પુત્ર છે. પતિ કારખાનામાં મજૂરી કરે છે.રાજકોટના નવા ૧૫૦ ફૂટ રિંગરોડ પર કણકોટ ચોક પાસે એક્ટિવા પાર્ક કરી ઉભેલા કારખાનેદાર અરવિંદભાઈ પાંભરને બેકાબૂ ટ્રકે ઠોકર લેતા તેનું મોત નીપજ્યું હતું. બનાવની જાણ થતાં રાજકોટ તાલુકા પોલીસે અકસ્માત બાદ નાસી જનાર ટ્રક ચાલક સામે ગુનો નોંધી તેને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે. જ્યારે કોઠારિયા સોલવન્ટ ૨૫ વારિયા હાઉસિંગ બોર્ડમાં રહેતી રેહાનાબેન સરફરાજ સીડા (ઉં.વ.૨૮) નામની પરિણીતાનું ટેબલ પંખામાંથી વીજકરંટ લાગતાં મોત નિપજતાં પરિવારમાં માતમ છવાઇ ગયો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *