રાજકોટ
મૂળ જુનાગાઢ જિલ્લાના વંથલીના અને હાલ થોરાડા વિસ્તારમાં રહેતા મહિલાએ પોલીસ ફરિયાદમાં તેના પાડોશમાં રહેતા લાલાનું નામ આપતા તેની સામે આઇપીસી કલમ ૪૫૦, ૩૭૬(૩), ૫૦૬(૨), ૫૦૭ તથા પોકસો એકટ કલમ ૪,૬ હેઠળ ગુનો નોંધી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. અમે મૂળ જૂનાગઢના વંથલીના વતની અને હાલ રાજકોટના થોરાળા વિસ્તારમાં આવેલી સોસાયટીમાં પરિવારમાં સાથે રહીએ છીએ. હું છુટક સિલાઈકામ કરી પરિવારનું ગુજરાન ચલાવું છું. મારી ૧૫ વર્ષની દીકરી થોડા સમયથી ગુમસુમ રહેતી હતી જેથી ગઈકાલે મેં તેને પાસે બેસાડી પુછપરછ કરતા મારી દીકરીએ હકીકત જણાવી હતી કે તા.૧૫/૦૭ ના રોજ હું ઘરે હતી ત્યારે પાડોશીમાં રહેતો લાલો જેણે મોબાઈલમાં ફોન કર્યો હતો અને તેમણે ફોનમાં જણાવ્યું હતું કે તારા ભાઈને જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી ઘરની અગાસીએ બોલાવી હતી. બાદમાં મોબાઈલ મૂકી હું અગાસીએ જતા ત્યાં થોડીવારમાં લાલો આવ્યો હતો અને હું કાંઈ સમજુ તે પહેલાં જ મારી સાથે બળજબરી કરવા લાગ્યો હતો અને તેમને આમ નહીં કરવા જણાવ્યું છતાં મારી સાથે તેમણે બળજબરી કરી શરીર સબંધ બાંધ્યો હતો અને મારા ભાઈને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. બાદમાં આ લાલો ત્યાંથી જતો રહ્યો હતો. હાલ થોરાડા પોલીસે આરોપીની શોધખોળ હાથ ધરી છે. રાજકોટ શહેરમાં બે દિવસ પહેલા પાલક પિતા અને કારખાનેદારે સગીરા પર નજર બગાડી અવારનવાર બળાત્કાર ગુજાર્યાનો બનાવ હજુ ભુલાયો નથી ત્યાં વધુ એક સગીરા હવસનો શિકાર બની હોવાની ઘટના પોલીસ ચોપડે નોંધાઈ છે. રાજકોટના થોરાળા વિસ્તારમાં રહેતી એક સગીરા પોતાના ઘરે હતી ત્યારે તેના પાડોશી શખ્સે મોબાઈલમાં કોલ કરી અગાસી પર બોલાવી બળજબરીથી દુષ્કર્મ આચરી ભાઈને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ થોરાળા પોલીસ મથકમાં નોંધાઈ છે.

