Gujarat

રાજકોટ થી શરૂ થયેલી ચલો કોંગ્રેસ કે સાથ માં કે દ્વાર યાત્રા માણાવદર આવી પહોંચી ઠેર ઠેર ભવ્ય સ્વાગત કરાયું

રાજકોટ ખાતેથી પ્રસ્થાન થયેલી ચલો કોંગ્રેસ કે સાથ મા કે દ્વાર યાત્રા ખોડલધામ થઈ ગાઠીલા આવી પહોંચી હતી જ્યાં ઉમાધામ ખાતે માં ઉમિયા ના દર્શન કરી આ યાત્રા માણાવદર આવી પહોંચી હતી ધારાસભ્ય લલિત કગથરા, ઋત્વિક મકવાણા, લલિત વસોયા સહિતના ધારાસભ્યો અને પ્રદેશ કોંગ્રેસના અગ્રણીઓ દ્વારા ડો.બાબા સાહેબ આંબેડકર ની પ્રતિમાને ફુલહાર કરાયા હતા માણાવદર તાલુકા કોંગ્રેસના હોદ્દેદારો દ્વારા આ યાત્રાના સુકાનીઓ તમામ ધારાસભ્યશ્રીઓ અને પ્રદેશના હોદ્દેદારોનું ફૂલહાર દ્વારા સન્માન કરાયું હતું  આ યાત્રાનું  ચોતરફ ભવ્ય સ્વાગત કરવામાં આવી રહ્યું છે ત્યારે માણાવદર શહેરમાં પણ યાત્રાનું ભવ્ય ઠેરઠેર સ્વાગત કરવામાં આવ્યું હતુ
તસવીર અહેવાલ
 જીગ્નેશ પટેલ માણાવદર

IMG-20220929-WA0027.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *