Gujarat

રાજકોટ ના તરઘડી ગામ પાસે ગમ્ખવાર અકસ્માત, ઇકો કાર પલ્ટી જતા મહિલાનું મોત, અન્ય મુસાફરો ઈજાગ્રસ્ત

રાજકોટ
રાજકોટમાં વધુ એક ગમ્ખવાર અકસ્માત સર્જાયો હતો જેમાં તરઘડી ગામ પાસે ઇકો ગાડી પલ્ટી જતા ગંભીર ઇજાના કારણે મહિલાનું મોત નિપજ્યું હતું જ્યારે તેમના પતિ અને અન્ય મુસાફરને ઇજાઓ પહોંચતા તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પ્રાપ્ત વિગત મુજબ રાજકોટના ધરમનગર વિસ્તારમાં રહેતા દિપકભાઈ ગોવિંદભાઈ પરમાર અને તેમના પત્ની મંજુલાબેન દિપકભાઈ તથા અન્ય એક મુસાફર પ્રશીલ રતિલાલ દૂધાગરા રાજકોટથી ઇકો ગાડીમાં બેસીને જામનગર જઇ રહ્યા હતા. ઇકો ગાડી રાજકોટના તરઘડી ગામ પાસે પહોંચી ત્યારે ચાલકે સ્ટીયરીંગ પરથી કાબુ ગુમાવતા ગાડી પલ્ટી ખાઈ ગઇ હતી. જેમાં મંજુલાબેનને ગંભીર ઇજાઓ પહોંચી હતી. ત્રણેય ઇજાગ્રસ્તોને તાકિદે સારવાર અર્થે રાજકોટની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન મંજુલાબેનનું મોત થયું હતું. મંજુલાબેન સફાઈ કામદાર તરીકે કામ કરતા હોવાનું જાણવા મળ્યું છે. દંપતી દિપકભાઈના ખંભાળીયા ખાતે રહેતા મોટાભાઈની પુત્રીના લગ્ન પ્રસંગમાં જઇ રહ્યા હતા ત્યારે અકસ્માતમાં મંજુલાબેનનું મૃત્યુ નિપજતા દંપતી ખંડીત થયું છે. દિપકભાઈ અને મંજુલાબેનને સંતાનમાં બે પુત્રી અને એક પુત્રી હોવાની વિગતો સાંપડી છે. જ્યારે ઇકો પલ્ટી ખાઈ જતાં ઘવાયેલા જામનગરના પ્રશીલ રતિલાલ દુધાગરા હજુ પણ સારવાર હેઠળ છે. રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના વરજાંગ જાળિયા ગામે રહેતી પરણિતાનું સિઝેરીયન ડિલીવરી કર્યા બાદ તબિયત લથડતા સારવાર દરમિયાન મોત નીપજતા નવજાત બાળકી સહિત ત્રણ પુત્રીઓએ માતાની છત્રછાયા ગુમાવી દેતા પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી છે. પ્રાપ્ત વિગત મુજબ વરજાંગ જાળિયા ગામે રહેતી ભારતીબેન ભરતભાઈ મસાણીયા (ઉ.વ.૨૯) નામની પરિણીતાની ૧૨ દિવસ પહેલા ઉપલેટા સરકારી હોસ્પિટલમાં સિઝેરિયનથી ડિલીવરી થતા તેઓ પુત્રીને જન્મ આપ્યો હતો. ત્યાર બાદ હોસ્પિટલથી રજા આપ્યા બાદ બે દિવસ બાદ તેની તબિયત લથડતા જાડા થઈ ગયા હતા. અને શ્ર્‌વાસની પણ તકલીફ થતા તેમને સારવાર માટે પ્રથમ ઉપલેટા બાદ વધુ સારવાર માટે જૂનાગઢ હોસ્પિટલમાં ખસેડાતા ૧૦ દિવસથી સારવાર હેઠળ હતા બાદમાં ગઈકાલે વધુ સારવાર માટે રાજકોટ રીફર કર્યા હતા. પરંતુ રાજકોટ પહોચે તે પહેલા જ તેમનું મોત નીપજ્યં હતું. પ્રાથમિક તપાસમાં ભારતીબેનના લગ્ન ૧૧ વર્ષ પહેલા થયા હતા. પતિ લાકડા કાપવાની મજૂરી કરે છે તેને સંતાનામાં બે પુત્રી હતી અને ત્રીજી પુત્રીનો જન્મ થયો હતો ત્યારે નવજાત બાળકી સહિત ત્રણ પુત્રીએ માતાની છત્રછાયા ગુમાવી દેતા પરિવારમાં શોકની લાગણી છવાઈ જવા પામી છે. સાલપીપળીયા રહેતાં વલ્લભભાઇ કરમશીભાઇ સાકરીયા (ઉ.વ.૬૪) તા.૯-૦૫-૨૦૨૨ ના રોજ દવા લેવા આવ્?યા હોઇ અહિ મટુકી રેસ્?ટોરન્?ટ સામે તપન હાઇટ્‌?સમાં રહેતાં પુત્ર જયેશભાઇના બાઇક પાછળ બેસીને જતાં હતાં ત્?યારે યુનિવર્સિટી રોડ પર બાઇક સ્?લીપ થતાં તેઓ પડી જતાં ઇજા થઇ હતી. તેમને સારવાર માટે ખાનગી હોસ્?પિટલમાં દાખલ કરાયા હતાં. ત્?યાંથી ૧૦ મીએ રજા અપાતાં ઘરે જ હતાં. બેભાન થઇ જતાં સિવિલમાં ખસેડાયા હતાં. પરંતુ તબિબે તેમને મૃત જાહેર કરતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો. મૃત્?યુ પામનાર વલ્લભભાઇ ચાર બહેનના એકના એક મોટા ભાઇ હતાં અને ખેતી કરતાં હતાં. સંતાનમાં બે પુત્ર અને એક પુત્રી છે. યુનિવર્સ્‌ટિી પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી. રાજકોટ પ્રદ્યુમનનગર પોલીસમાં નોંધાયેલ ગુજસીટોકના ગુનામાં પેરોલ જમ્પ કરી છેલ્લા ચાર મહિનાથી નાસ્તા ફરતા આરોપીની રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે. રાજકોટ ક્રાઇમ બ્રાન્ચને ચોક્કા મળેલ બાતમીના આધારે જામનગર રોડ પર વોચ ગોઠવી પેરોલ જમ્પ કરી નાસ્તા ફરતા આરોપી યાસીન ઉર્ફે ભૂરો કૈડાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.ઉલ્લેખનીય છે કે, આરોપી યાસીનની વર્ષ ૨૦૨૦માં ગુજસીટોકના ગુનામાં ધરપકડ કરવામાં આવી હતી જે બાદ છેલ્લા ચાર મહિના થી પેરોલ જમ્પ કરી નાસી છૂટ્યો હતો.

Woman-killed-after-overturning-eco-car.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *