જામનગર તા. ૦૯ ફેબ્રુઆરી, તા. ૧૧ ફેબ્રુઆરી શુક્રવાર અને તા. ૧૨ ફેબ્રુઆરી શનિવારના રોજ રાજ્યના કૃષિ-પશુપાલન અને ગૌસંવર્ધન મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ જામનગર જિલ્લાનો પ્રવાસ કરશે. જેમાં તા. ૧૧ના રોજ ૧૨:૩૦ થી બપોરે ૧૫:૪૫ કલાક સુધી જામનગર સર્કિટ હાઉસ ખાતે લોકસંપર્ક યોજાશે, તેમજ ત્યારબાદ જામનગર જિલ્લાના ચંગા, બાવરીયા, લોઠીયા, ખોજા બેરાજા, ચંદ્રગઢ અને દરેડ ગ્રામ વિસ્તારોની મુલાકાત લેશે. તા. ૧૨ શનિવારના રોજ મંત્રીશ્રી ૧૬:૦૦ કલાક થી જામવંથલી, વરણા, જગા, મેડી, પસાયા, બેરાજા, મોડપર, નાની માટલી ગ્રામીણ વિસ્તારોમાં લોકોની મુલાકાત લઇ લોકોના પ્રશ્નોના નિરાકરણ અર્થે રૂબરૂ સંવાદ કરશે.
